Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૭ :
અહો, આ તો અંતરમાં એકત્વસ્વભાવને
સ્પર્શીને આવેલી વીતરાગી સન્તોની વાણી છે;
તે અંતરમાં શુદ્ધાત્માનો સ્પર્શ કરાવે છે.
(સમયસાર ગાથા. ૪ ના પ્રવચનમાંથી)
આત્માના એકત્વસ્વભાવની પ્રાપ્તિ કરવી જીવને અનંતકાળમાં મહા દુર્લભ છે. પરથી
ભિન્ન, રાગથી ભિન્ન, ને અનંત જ્ઞાનાનંદસ્વભાવોથી એકમેક–આવા એકત્વ–વિભક્ત શુદ્ધ
આત્માનો અનુભવ જીવને સુલભ નથી, કેમકે તેની રુચિપૂર્વક શ્રવણ–પરિચય જીવે કદી કર્યો
નથી. ધર્મીને તો અંર્તસ્વભાવના અભ્યાસવડે શુદ્ધાત્માની ઉપલબ્ધિ થઈ ગઈ છે એટલે તેને
તે સુલભ થઈ છે. અજ્ઞાનીને પરની રુચિવડે રાગની સુલભતા છે, ચૈતન્યની દુર્લભતા છે; ને
જ્ઞાની–સન્તોને અંતરના અનુભવમાં ચૈતન્યની સુલભતા થઈ છે, ચૈતન્યનો લાભ થયો છે.
અનંતકાળે દુર્લભ–અપ્રાપ્ત એવો આત્મા, તે સ્વાનુભવવડે જ્ઞાનીને સુલભ થયો છે. એને
કષાયો–બંધ ભાવો દુર્લભ ને દુઃખદાયક લાગે છે. પોતાનો સ્વભાવ પોતામાં છે તેથી નિશ્ચયથી
તે સુલભ છે, કેમકે તેમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે; પોતામાં જ છે તેને અનુભવવાનું છે, ક્્યાંય
બહારથી મેળવવાનું નથી. કેમકે પરવસ્તુની પ્રાપ્તિ તો દુર્લભ–અશક્્ય છે કેમકે પરવસ્તુ
અનંતકાળે પણ પોતાની થતી નથી. એકત્વ સ્વભાવ જ સુંદર અને આનંદદાયક છે.
શ્રી આચાર્યદેવ કહે છે કે અરે જીવો! અનંતકાળથી દુર્લભ એવો જે શુદ્ધ આત્મા, તે
શુદ્ધાત્મા હું મારા સમસ્ત આત્મવૈભવથી આ સમયસારમાં દેખાડું છું, તમે તમારા
સ્વાનુભવથી તેને પ્રમાણ કરજો. માત્ર શબ્દોથી કે વિકલ્પથી નહિ, પણ સ્વાનુભવ–પ્રત્યક્ષવડે
પ્રમાણ કરજો. આમ કહીને વાણી અને વિકલ્પોનું અવલંબન કાઢી નાંખ્યું.
જીવોએ અનંતકાળ શુભ–અશુભના ચક્રમાં જ કાઢયો છે; મોહથી શુભ–અશુભ–ભાવો
સાથે એકતા કરીને તેમાં જ અનાદિથી પરિણમી રહ્યો છે, પણ તે શુભાશુભથી પાર એકલો
જ્ઞાનમાત્ર જે એકત્વસ્વભાવ, તેને કદી લક્ષગત કર્યો નથી, જ્ઞાની પાસે પ્રેમથી સાંભળ્‌યો પણ
નથી. શુભ–અશુભમાં આત્માની સુંદરતા કે શોભા નથી, આત્માની સુંદરતા ને શોભા તો
એકત્વસ્વભાવમાં છે, તે સ્વભાવનો અનુભવ જ સુખરૂપ છે. પુણ્ય–પાપમાં એકત્વથી તો
દુઃખનું જ વેદન છે. પુણ્ય–પાપના ચક્રમાં પરિભ્રમણ કરતો જીવ ભવચક્રમાં ભમી રહ્યો છે;
એકત્વસ્વભાવની પ્રાપ્તિ વડે તે ભ્રમણ કેમ ટળે તેની આ વાત છે.
બહુ પુણ્ય કેરા પૂંજથી
શુભદેહ માનવનો મળ્‌યો,