: ૨૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
તોયે અરે! ભવચક્રનો,
આંટો નહિ એકે ટળ્યો,
શુભ ભાવથી મનુષ્ય અવતાર અનંતવાર પામ્યો, તોપણ તેના વડે ભવચક્રનો એક્કેય
આંટો ટળ્યો નહિ. ભવના નાશનો ભાવ એકવાર પ્રગટ કરે તો અનંતભવનો નાશ થઈ જાય.
અનંત કાળનું ભવભ્રમણ ટાળવા માટે કાંઈ અનંતકાળ નથી લાગતો, અનંતકાળનું
ભવભ્રમણ એક ક્ષણમાં સ્વભાવના સેવનવડે ટળી જાય છે. પણ અજ્ઞાનને લીધે જીવોને તે
દુર્લભ થઈ પડ્યું છે. તેથી આચાર્યદેવ કહે છે કે મારા સમસ્ત આત્મવૈભવથી હું તે એકત્વ
સ્વભાવ દર્શાવું છું, તેને હે જીવો! તમે પ્રમાણ કરજો. જેવો શુદ્ધાત્મા કહું તેવો અનુભવમાં
લેજો.
પહેલે ધડાકે આત્મામાં સિદ્ધને સ્થાપીને, અને વિકારને આત્મામાંથી જુદો પાડીને, હું
એકત્વ–વિભક્ત આત્મા દર્શાવું છું;–કે જેને જાણતાં સાદિ–અનંત અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય,
ને આ ભવચક્રનું દુઃખ મટી જાય. ભાઈ, આ તારા સ્વભાવની વાત છે, તેની રુચિવડે
અંતરઅભ્યાસ વડે તે સુલભ થાય છે, અનુભવમાં આવે છે. જ્યાં અંર્ત સ્વભાવને લક્ષગત
કર્યો ત્યાં તે સ્વભાવ સાથે એકત્વ પરિણમન થયું ને રાગાદિ પરભાવોથી વિભક્ત પરિણમન
થયું. આવા એકત્વ–વિભક્તરૂપે પરિણમતો પરિણમતો તે આત્મા મોક્ષના પંથે ચાલ્યો.
એકછત્રરૂપ જે મોહનું સામ્રાજ્ય હતું તેમાથી તે બહાર નીકળી ગયો. સ્વભાવની રુચિ ન હતી
ત્યારે મોહનો ભાર ઉપાડતો હતો, તેને શુદ્ધાત્માનો અનુભવ દુર્લભ હતો; હવે સ્વભાવની
રુચિવડે તે ઊંધા પ્રકારમાંથી તે બહાર નીકળી ગયો, ને શુદ્ધાત્માની રુચિવડે તેની પ્રાપ્તિને
સુલભ બનાવી દીધી.
અહો, આ તો એકત્વસ્વભાવને સ્પર્શીને અંદરથી આવેલી વીતરાગી સન્તોની વાણી
છે, તે અંતરમાં શુદ્ધાત્માનો સ્પર્શ કરાવે છે.
(વીર સં. ૨૪૯૨ શ્રાવણ સુદ ૧૩)
ગણીત
(જ્યાં ગણીતની ત્રિરાશી લાગુ પડતી નથી)
એક જીવને એક ગાઉ દૂરની વસ્તુને જાણતાં એક સમય લાગે છે
તો હજાર ગાઉ દૂરની વસ્તુને જાણતાં કેટલો સમય લાગશે?
(કોઈ ત્રિરાશી માંડવા બેસે તો તેનો જવાબ સાચો પડે નહિ. આ
એમ બતાવે છે કે આત્માનો જ્ઞાનસ્વભાવ એ ગણતરીનો વિષય નથી.)