Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૯ :
ગયા અંકના પ્રશ્નોના જવાબ
(૧) ૧. સિદ્ધ ભગવાનનું સાથીદાર
મોક્ષતત્ત્વ છે.
૨. મુનિરાજનું સાથીદાર સંવર તથા
નિર્જરા તત્ત્વ છે.
છે.
(૨) આપણા ૨૪ તીર્થંકરોમાંથી વીસ
તીર્થંકરો સમ્મેદશિખરથી મોક્ષ પામ્યા છે.
(૩) આચાર્ય–મુનિરાજના તથા તેમણે
રચેલ શાસ્ત્રનાં નામો માટે પાછળ જુઓ.
કોયડાનો જવાબ:– “કેવળજ્ઞાન” તે
જગતમાં સૌથી ઉત્તમ છે; આપણા
ભગવાનનું એ લક્ષણ છે; આપણને તે બહુ જ
ગમે છે; અરિહંત અને સિદ્ધભગવંતો સિવાય
બીજા કોઈ પાસે તે હોતું નથી. અને તેની
ઓળખાણ કરતાં સમ્યક્ત્વ થાય છે.
બંધુઓ, આ વખતે નવા પ્રશ્નો નથી
આપ્યા; એને બદલે મોક્ષનો મારગ શોધવાનું
એક ચિત્ર છેલ્લા પાને આપ્યું છે. તે તમને
જરૂર ગમશે. નવા પ્રશ્નો આવતા અંકે પૂછશું.
છ વાત
ગતાંકમાં અધૂરી રાખેલી છ વાત અહીં
કારણસહિત આપવામાં આવી છે.
(૧) પરમાત્માને જે જાણે તે જ
પરમાણુને જાણી શકે છે, કેમકે–પરમાણુ તે
પરમઅવધિ અને સર્વઅવધિજ્ઞાનનો વિષય
છે, તે જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિમુનિને જ હોય છે, ને
તેમણે નિયમથી સ્વસંવેદનવડે
પરમાત્મતત્ત્વને જાણ્યું છે, એટલે જ નહિ–
તેઓ નિયમથી ચરમશરીરી હોય છે.
(૨) દરેક મોક્ષગામી જીવે એકવાર તો
કેવળી કે શ્રુતકેવળીના સાક્ષાત્ દર્શન જરૂર
કર્યા હોય છે, કેમકે મોક્ષગામી જીવને
નિયમથી ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે ને તે
ક્ષાયિક સમ્યક્ત્વ કેવળી કે શ્રુતકેવળીના
ચરણસાન્નિધ્યમાં જ થાય છે.
પ્ર. તીર્થંકરોના આત્માને તો કેવળી–
શ્રુતકેવળીની સમીપતા વગર પોતાથી જ
ક્ષાયિકસમ્યક્ત્વ થાય છે?
ઉ:– હા, એ વાત ખરી; પરંતુ તેમનેય
તીર્થંકરપ્રકૃતિનો પ્રારંભ તો કેવળીની