: ૩૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
સમીપમાં જ થયો હોય છે.
(૩) આહારક–શરીરધારી મુનિવરોને
મનઃપર્યયજ્ઞાન હોતું નથી, કેમકે–
આહારક–શરીર, મનઃપર્યયજ્ઞાન,
ઉપશમ સમ્યક્ત્વ–એમાંથી કોઈ એક
વસ્તુ જ્યાં હોય ત્યાં બીજી વસ્તુઓ
હોતી નથી–એવો નિયમ છે.
(૪) ક્ષાયિકસમકિતી તિર્યંચો અસંખ્યાતા
છે; પરંતુ તેમાંના કોઈ પણ
ક્ષાયિકસમકિતી તિર્યંચને પંચમ
ગુણસ્થાન હોતું નથી; કેમકે
ક્ષાયિકસમકિતી જો તિર્યંચમાં
(પૂર્વબદ્ધઆયુષ્યને) કારણે, ઊપજે
તો તે ભોગભૂમિમાં અસંખ્ય વર્ષના
આયુપણે જ ઊપજે છે; ને જેમ
સ્વર્ગમાં પંચમ
ગુણસ્થાન નથી તેમ ભોગભૂમિમાં
પણ પંચમગુણસ્થાન નથી.
(પ) પંચમ ગુણસ્થાનવર્તી તિર્યંચો
અસંખ્યાત છે; પરંતુ તેમાંના કોઈ
જીવને ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથી,
કેમકે–પંચમ ગુણસ્થાન કર્મભૂમિના
જીવોને જ હોય છે, ને ક્ષાયિક
સમ્યગ્દ્રષ્ટિ જીવો કદી કર્મભૂમિના
તીર્યંચપણે ઉપજતા નથી.
(૬) સર્વાર્થસિદ્ધિમાં કોઈ જીવ બે વાર
જાય નહિ, કેમકે–સર્વાર્થસિદ્ધિના
જીવો નિયમથી એકાવતારી હોય છે;
એક મનુષ્યભવ કરીને ચોક્કસ
તેઓ મોક્ષ પામે છે.
જેટલો અનુરાગ વિષયોમાં કરે છે, મિત્ર–
પુત્ર–ભાર્યા અને ધન–શરીરમાં કરે છે તેટલો રુચિ–
શ્રદ્ધા–પ્રતીતિભાવ સ્વરૂપમાં તથા પંચ પરમગુરુમાં
કરે તો મોક્ષ અતિ સુલભ થાય.
–અનુભવપ્રકાશ.
પરિગ્રહવંત સમ્યગ્દ્રષ્ટિ પણ અનુભવને
કોઈ કોઈ વેળા કરે છે, તેઓ પણ ધન્ય છે, મોક્ષના
સાધક છે; જે સમયે અનુભવ કરે છે તે સમયે
સિદ્ધસમાન અમ્લાન આત્મતત્ત્વને અનુભવે છે.
–અનુભવપ્રકાશ.