Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


PDF/HTML Page 57 of 57

background image
ATMADHARM Regd. No. 182
સમ્મેદશિખર–સમાચાર
શ્રી ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટિ તરફથી આ સમાચાર જાણીને
સર્વે તીર્થભક્ત જિજ્ઞાસુઓને હર્ષ થશે કે, મહાનતીર્થંરાજ સમ્મેદશિખર સંબંધમાં દિગંબર
જૈનસમાજના સંપૂર્ણ હક્કો જળવાય તે રીતે બિહાર સરકાર અને દિગંબર જૈનો વચ્ચે
કરાર થઈ ગયા છે. આ સંબંધી તારતીર્થક્ષેત્ર કમિટિ સોનગઢ (તા. ૧૦–૮–૬૬ના
રોજ) આવ્યો હતો. અને આ શુભ સમાચારથી પ્રસન્નતા વ્યક્ત કરતો જવાબ સંસ્થા
તરફથી મોકલવામાં આવ્યો હતો.
પાઠકોના ધ્યાનમાં હશે કે થોડા વખત અગાઉ બિહાર સરકારે બિહારમાં આવેલા
આપણા મહાન તીર્થંરાજ શ્રી સમ્મેદશિખરજી સંબંધમાં દિગંબર જૈન સમાજને સાથે
રાખ્યા વગર એકલા શ્વેતાંબર જૈન સમાજની સાથે કરાર કર્યા હતા: આથી
ભારતભરના દિગંબર જૈન સમાજની લાગણી દુભાયેલી ને ભારતના ચારે ખુણેથી એ
એકપક્ષી કરારનો વિરોધ થયો. દિલ્હીમાં એક લાખ જેટલા દિ. જૈનોનું અભૂતપૂર્વ
સરઘસ વડાપ્રધાન શાસ્ત્રીજી પાસે ગયેલું. આખરે દિગંબર જૈન સમાજના સંપૂર્ણ હક્કોનું
રક્ષણ થાય એવા કરાર બિહાર સરકારે કર્યા છે. આ માટે દિ. જૈનતીર્થક્ષેત્ર કમિટિની
કાર્યવાહી પ્રશંસનીય છે. (જિજ્ઞાસુઓ જાણતા હશે કે આપણી સંસ્થાના માનનીય પ્રમુખ
શ્રી નવનીતભાઈ ઝવેરી પણ તીર્થક્ષેત્રકમિટિના એક સભ્ય છે.)
વિશેષમાં, તીર્થક્ષેત્ર કમિટિનો સન્દેશ જણાવે છે કે કેસરિયાજીના જિનમંદિર
સંબંધી કાનુની કારવાઈ ચાલી રહી છે; શ્વેતાંબર ભાઈઓ દ્વારા જે કમિટિ રચવામાં
આવી હતી તે કોર્ટ દ્વારા અટકાવી દેવામાં આવી છે. આમાં સફળતા મળે અને યોગ્ય
સમાધાન થાય એમ આપણે ઈચ્છીએ.
जय सम्मेदशिखर! जय आदिनाथ!
શ્રાવણ સુદ સાતમનો દિવસ ભારતભરમાં તેમજ સોનગઢમાં “સમ્મેદશિખર દિન
તરીકે ઉજવાયો. તે દિવસે સર્વત્ર સમ્મેદશિખરજી તીર્થંના પૂજન–ભક્તિ વગેરે થયા.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક:– અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ. ભાવનગર