બાલમિત્રો! આપણે એક મહાન કાર્ય કરવાનું છે: જુઓ, ચિત્રમાં! પેલો જીવ ઘણા
વખતથી સંસારરૂપી જેલમાં પૂરાયેલા હોવાથી હવે મુંઝાણો છે....ને મોક્ષમાં જવા ચાહે છે; પણ
મોક્ષમાં કયા રસ્તે જવું એની એને ખબર નથી. તેથી તે કહે છે કે ‘મને મોક્ષનો માર્ગ
બતાવો.’ તો તમે તેને મોક્ષમાર્ગ બતાવીને મોક્ષ સુધી પહોંચાડશો! ભલે કદાચ ઠેઠ મોક્ષ સુધી
તમે તેને ન પહોંચાડો......ને સમ્યગ્દર્શન સુધી પહોંચાડો, તોપણ ચાલશે; કેમકે સમ્યગ્દર્શન
પછીનો માર્ગ તો સીધો હોવાથી તે જીવ એની મેળે શોધી લેશે. અરે, સત્સમાગમ સુધી
પહોંચાડશો તોપણ ચાલશે, કેમકે પછી તો સન્તો જ તેને માર્ગ બતાવીને પોતાની સાથે તેડી
જશે. પણ જો જો હો, ભૂલથી મોક્ષને બદલે સ્વર્ગાદિના મારગે ન ચડાવી દેતા! ને માર્ગ
શોધતાં જરાક વાર લાગે તો થાકશો નહિ, પણ જિજ્ઞાસાને પુષ્ટ કરીને મહેનત કરશો તો
મોક્ષનો મારગ જરૂર મળશે.