Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 57

background image
: ૫૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
વૈરાગ્ય સમાચાર –
षट्खंडागम’ સાહિત્યના ઉદ્ધારકા ‘શ્રીમંત’ શેઠ લક્ષ્મીચંદજીનો સ્વર્ગવાસ
વિદિશા (ભેલસા) ના શ્રીમંત શેઠ લક્ષ્મીચંદજી સીતાબરાયજી ગત તા. ૧૩–૭–૬૬ ના
રોજ વિદિશામાં સ્વર્ગવાસ પામ્યા. ગત સાલ પૂ. ગુરુદેવ વિદિશા પધાર્યા ત્યારે તેમણે ઘણો ઉત્સાહ
બતાવ્યો હતો. ઘણા વર્ષો પહેલાં તેઓ સોનગઢ પણ આવી ગયા હતા ને ખૂબ પ્રસન્ન હતા. જૈન
સમાજમાં ગજરથ ચલાવનારને શ્રીમંત પદથી વિભૂષિત કરવાની એક પરંપરા છે. સ્વ. લક્ષ્મીચંદજી
શેઠ પણ શ્રીમંત પદવિભૂષિત હતા, પણ એ પદવી તેમને ગજરથદ્વારા નહિ પરંતુ જિનવાણી–
પ્રચારરૂપ જ્ઞાનરથદ્વારા મળી હતી. લગભગ તેત્રીસ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૯૩૩માં) ઈટારસી
નગરીમાં ઉત્સવ પ્રસંગે સ્વ. શેઠનો વિચાર મોટી રકમ ખરચીને પ્રથમ તો ગજરથ ચલાવવાનો હતો.
પરંતુ મધરાતે અમુક વિદ્વાનોની સમજાવટથી તથા પોતાની વિવેકબુદ્ધિથી તેમણે નિર્ણયમાં ફેરફાર
કરીને ગજરથને બદલે જિનવાણીના ઉદ્ધારમાં તે રકમ ખર્ચવાનો નિર્ણય કર્યો એ જમાનામાં
ગજરથને બદલે આવા જ્ઞાનરથનો નિર્ણય કરવો એ એક ઘણો હિંમતભર્યો નિર્ણય હતો, અને જૈન
સાહિત્યના ઉદ્ધાર માટે તે નિર્ણય ઘણો જ ઉપયોગી હતો. મુખ્યત: એમના એ નિર્ણયના પ્રતાપે
આજે આપણા હાથમાં ષટ્ખંડાગમ જેવી જિનવાણી આવી ને એ પરમપાવન શ્રુતનો પુનરોદ્ધાર
થયો. જિનવાણી ઉપરાંત જિનાલય વગેરે કાર્યોમાં પણ તેઓ ભક્તિથી ભાગ લેતા. આવા
જિનવાણીભક્તના સ્વર્ગવાસથી જૈન સમાજને એક મોટી ખોટ પડી છે. જિનવાણીની ભક્તિના
પ્રતાપે તેમનો આત્મા સાક્ષાત્ જિનવાણીનું શ્રવણ પામીને આત્મહિત સાધે; અને જૈન સમાજના
આગેવાનો એમની શ્રુતભક્તિનું અનુકરણ કરીને પ્રાચીન શ્રુતનું પ્રકાશન તથા પ્રભાવના ખૂબ
વૃદ્ધિગત કરે, એ જ ભાવના.
*પોરબંદરના ભાઈશ્રી ભોગીલાલ તુલસીદાસ ભણશાલી ગતમાસમાં પોરબંદર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પોરબંદર પધારતા ત્યારે તેઓ પ્રવચન વગેરેનો લાભ લેતા હતા.
* રાજકોટમાં ડો. પ્રભાકરભાઈના પિતાજી ડો. મગનલાલ ધનજીભાઈ ઉદાણી તા. ૨પ–૭–
૬૬ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. સવારે દશ વાગ્યા સુધી સમ્યગ્દર્શન પુસ્તક ત્રીજું વગેરેની
સ્વાધ્યાય સાંભળી, ને સવા અગીયાર વાગે તેમણેે દેહ છોડયો.
* બરવાળાના ભાઈશ્રી મગનલાલ જીવણલાલ તા. ૧પ–૭–૬૬ ના રોજ મુંબઈ મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ બરવાળા પધાર્યા ત્યારે તેમણે કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
* ધ્રાંગધ્રાના સમતાબેન ત્રિભોવનદાસ ગત માસમાં સ્વર્ગવાસ પામ્યા છે; તેઓ ઘણા
વખતથી અવારનવાર ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા.
* અમદાવાદના બાલમંદિરવાળા ભાઈશ્રી ચીનુભાઈ લીલાચંદ અષાડ વદ ૧૧ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ઘણા પ્રેમપૂર્વક અવારનવાર સોનગઢ આવીને સત્સંગનો લાભ લેતા
હતા.
સદ્ગત આત્માઓ ધાર્મિકસંસ્કારના બળે આત્મહિત પામો.