Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 49

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
જ્ઞાનીનું મધુર વેદન
અંતરમાં અમૃતના સાગરમાં ડૂબકી દઈને ધર્માત્માઓએ
ચૈતન્યના આનંદનું જે મધુર વેદન કર્યું છે–તેના વર્ણનદ્વારા આચાર્યદેવે
જ્ઞાનીની ઓળખાણ કરાવી છે, જે ઓળખાણ અતિ આનંદકારી છે ને
અજ્ઞાનનો નાશ કરનારી છે.
અજ્ઞાનથી જ વિકારનું કર્તાપણું છે, ને જ્ઞાનથી તે કર્તાપણાનો નાશ
થાય છે–આમ જે જીવ જાણે છે તે સકલ પરભાવનું કર્તૃત્વ છોડીને જ્ઞાનમય
થાય છે. નિશ્ચયને જાણનારા જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનથી
જ વિભાવનો કર્તા થાય છે. જ્યાં ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં
પોતાના શુદ્ધ ચૈતન્ય સિવાય બીજે ક્્યાંય આત્મવિકલ્પ થતો નથી, એટલે
તે જ્ઞાની સમસ્ત પરભાવને પોતાના સ્વભાવથી ભિન્ન જાણતો થકો તેનું
કર્તૃત્વ છોડી દે છે.
જુઓ, આ જ્ઞાનનું કાર્ય! જ્ઞાની થયો તે આત્મા પોતાના ચૈતન્યના
ભિન્ન સ્વાદને જાણે છે. જ્યાં ચૈતન્યના અત્યંત મધુર શાંતરસનો સ્વાદ
જાણ્યો ત્યાં કડવા સ્વાદવાળા કષાયોમાં આત્મબુદ્ધિ કેમ થાય? રાગાદિ
ભાવો મારા સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલા છે. એમ જ્ઞાનીને જરાપણ
ભાસતું નથી. શુદ્ધજ્ઞાનમય પરમ ભાવ જ તેને પોતાનો ભાસે છે, તેથી
શુદ્ધજ્ઞાનમય સ્વભાવના આધારે તેને નિર્મળ જ્ઞાનભાવોની જ ઉત્પત્તિ
થાય છે અને તેનો જ તે કર્તા થાય છે. વિકલ્પની ઉત્પત્તિ જ જ્યાં મારા
જ્ઞાનમાં નથી તો પછી તે વિકલ્પવડે જ્ઞાનની પુષ્ટિ થાય–એ વાત ક્યાં
રહી?–આથી જ્ઞાનીને જ્ઞાનથી ભિન્ન સમસ્ત વિકલ્પોનું કર્તૃત્વ છૂટી ગયું છે.
આ આત્મા અનાદિથી અજ્ઞાની વર્તે છે, તેને પોતાના સ્વભાવના
સ્વાદનું અને વિકારના સ્વાદનું ભેદજ્ઞાન નથી એટલે બંનેને એકમેકપણે
અનુભવે છે; દેહથી ભિન્નતાની વાત તો સ્થૂળમાં ગઈ, અહીં તો અંદરના