Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 49

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
ભગવન ઋષભદવ
તેમના છેલ્લા દસ અવતારની કથા
(મહા પુરાણના આધારે લે બ્ર. હરિલાલ જૈન: લેખાંક છઠ્ઠો)
*
[૬]
ઋષભદેવનો પૂર્વનો પાંચમો ભવ: સુવિધિરાજા (શ્રાવકધર્મનું પાલન)
શ્રીધરદેવ ઐશાન સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યુત થઈને આપણા
ચરિત્રનાયક જંબુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં મહાવત્સ દેશની સુસીમાનગરીમાં અવતર્યા.
સુવિધિકુમાર એમનું નામ. તેમના પિતા સુદ્રષ્ટિ રાજા, અને માતા સુન્દરનંદા. અનેક
કળાનો ભંડાર તે સુવિધિકુમાર બાલ્ય અવસ્થામાં જ બધાને આનંદિત કરતો હતો, અને
તેને સમીચીન ધર્મના સંસ્કાર પ્રગટ્યા હતા.–એ ખરું જ છે કેમકે આત્મજ્ઞાની પુરુષોનું
ચિત્ત સદાય આત્મકલ્યાણમાં જ અનુરક્ત રહે છે. સુશોભિત મુકુટથી અલંકૃત ઉન્નત
મસ્તકથી માંડીને સ્વાભાવિક લાલાશવાળા ચરણકમળ સુધીની સર્વાંગસુંદરતાને ધારણ
કરનાર તે રાજકુમાર ઉત્તમ સામુદ્રિક લક્ષણો વડે બધાના મનનું હરણ કરતો હતો.
યુવાનીમાં ઉદ્રેક કરનારા કામ–ક્રોધાદિ શત્રુઓને તે જિતેન્દ્રિય રાજકુમારે યૌવનની
શરૂઆતમાં જ જીતી લીધા હતા, તેથી યુવાન હોવા છતાં પણ તે વૃદ્ધ–સમાન ગંભીર