Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 49

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
દેખાતો હતો. ખરૂં જ છે, ધર્મના આરાધક જીવને માટે કામ–ક્રોધાદિ શત્રુઓને જીતવા એ
કાર્ય સહજ છે.
અભયઘોષ–ચક્રવર્તીની પુત્રી મનોરમા સાથે તેના વિવાહ થયા; ઐશાન
સ્વર્ગમાંથી સ્વયંપ્રભ નામનો દેવ (શ્રીમતીનો જીવ, કે જે ભવિષ્યમાં શ્રેયાંસકુમાર
થવાનો છે તે) અહીં સુવિધિકુમારને ત્યાં કેશવ નામના પુત્ર તરીકે ઉપજ્યો. વજ્રજંઘની
પર્યાયમાં જે તેની શ્રીમતી–સ્ત્રી હતી તે જ અહીં તેનો પુત્ર થઈ. અરે, શું કહેવું?
સંસારની સ્થિતિ જ એવી છે! તે પુત્ર ઉપર સુવિધિ રાજાને ઘણો જ પ્રેમ હતો. જીવોને
પુત્ર ઉપર સહેજે પ્રેમ હોય છે તો પછી પૂર્વ ભવની પ્રિય સ્ત્રીનો જ જીવ જ્યાં પુત્રપણે
અવતર્યો ત્યાં તેના ઉપરના પ્રેમનું તો શું કહેવું?
સિંહ, નોળિયો, વાંદરો અને ભૂંડ–એ ચારેના જીવ ભોગભૂમિમાં સાથે ઉપજીને
સમ્યક્ત્વ પામ્યા હતા ને પછી ઈશાન સ્વર્ગમાં પણ સાથે જ હતા, તેઓ ત્યાંથી ચવીને
આ વત્સકાવતી દેશમાં જ સુવિધિકુમારની સમાન વિભૂતિના ધારક રાજપુત્રો થયા.
વરદત્ત, વરસેન, ચિત્રાંગદ અને પ્રશાંતદમન નામના તે ચારે રાજપુત્રોએ ઘણા કાળ
સુધી રાજવૈભવ ભોગવ્યો. રાજવૈભવની વચ્ચે પણ ચૈતન્યવૈભવને તેઓ ભૂલ્યા ન
હતા; આત્માનું ભાન તેમને સદૈવ વર્તતું હતું.
એકવાર અભયઘોષ ચક્રવર્તીની સાથે તે ચારેય રાજપુત્રો વિમલવાહન–
જિનેન્દ્રદેવની વન્દના કરવા માટે ગયા; ત્યાં બધાયે ભક્તિપૂર્વક વંદના કરીને પ્રભુનો
દિવ્ય ઉપદેશ સાંભળ્‌યો. અહા, એ દિવ્યધ્વનિની શી વાત! શી એની ગંભીરતા! એ
સાંભળતાં બધાય ચૈતન્ય–રસમાં મશગુલ બન્યા અને સંસારથી વિરક્ત થઈને જિનદીક્ષા
ધારણ કરી. ચક્રવર્તીની સાથે બીજા અઢાર હજાર રાજાઓ તથા પાંચ હજાર પુત્રોએ પણ
દીક્ષા લીધી. એ બધાય મુનિવરો સંવેગ અને નિર્વેદરૂપ પરિણામ વડે મોક્ષના માર્ગને
સાધતા હતા. રત્નત્રય ધર્મમાં અને તેના ફળમાં ઉત્કૃષ્ટ પ્રીતિ કરીને ઉત્સાહપૂર્વક તેની
આરાધના કરવી તે સંવેગ છે. અને શરીર, ભોગ તથા સંસાર પ્રત્યે અતિશય વિરક્ત
પરિણામ તે નિર્વેદ છે. આવા સંવેગ–નિર્વેદપૂર્વક તે મુનિવરો મોક્ષમાર્ગને સાધવા લાગ્યા.
આપણા ચરિત્રનાયક ભગવાન આદિનાથ કે જે સુવિધિરાજા થાય છે–તેના
પૂર્વભવના સાથીદારો તો આ રીતે મુનિ થયા; પણ રાજા સુવિધિ કેશવપુત્રના તીવ્ર
સ્નેહને લીધે મુનિપણું લઈ ન શક્્યા; તેથી મુનિપણાની ભાવના રાખીને તેઓ શ્રાવકના
ઉત્કૃષ્ટ ધર્મોનું પાલન કરવા લાગ્યા. જિનેન્દ્ર ભગવાને ગૃહસ્થધર્મમાં સમ્યક્ત્વ ઉપરાન્ત
અગિયાર સ્થાનો (અગિયાર પ્રતિમા) કહે છે; (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા,
(૩) સામાયિક,