: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૩૭ :
તો હજી નાના છો, હજી તો મોટા થઈને જીવનમાં અનેક ઉત્તમ કાર્યો કરવાનાં છે. તેમાં
અત્યારથી આવી નજીવી બાબતમાં હતાશા કેમ પાલવે? હતાશાને જીવનમાંથી ખંખેરી
નાંખજો ને ઉલ્લાસથી જીવનને ભરી દેજો. જીવનમાં ગમે તેવા પ્રસંગો આવે તો પણ
હતાશાને પ્રવેશવા દેશો નહિ....ધૈર્ય અને આત્મબળથી આગળ ને આગળ વધજો.
અમદાવાદથી (સભ્ય નં. ૪૪પ) પ્રવીણચંદ્ર જૈન લખે છે. જન્મદિવસે અભિનંદન કાર્ડ
તથા ગુરુદેવનો ફોટો મળતાં ઘણો જ હર્ષ થયો; સાથે એમ પણ થયું કે અરે, આયુષ્યમાંથી
એક વર્ષ ઓછું થયું ને આત્માનું તો કાંઈ કર્યું નથી. આ દિવસથી આત્મહિત કરવાની ઘણી
ભાવના થઈ છે.
પ્ર
૦ :– અગિયાર અંગ ને નવ પૂર્વ એટલે શું? (નં. ૪પ૧)
ઉ
૦ :– તીર્થંકરભગવાને જે ઉપદેશ આપ્યો તે ઝીલીને ગણધરદેવે જે શાસ્ત્ર રચ્યાં તેને
બારઅંગ કહેવાય છે; તેનાં નામ–
(૧) આચાર–અંગ (૨) સૂત્રકૃત–અંગ
(૩) સ્થાન–અંગ (૪) સમવાય–અંગ
(પ) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતૃધર્મકથા
(૭) ઉપાસકઅધ્યયન (૮) અંતકૃતદશાંગ
(૯) અનુત્તરોપપાદક (૧૦) પ્રશ્નવ્યાકરણ
(૧૧) વિપાકસૂત્રો (૧૨) દ્રષ્ટિવાદઅંગ
આમાંથી દ્રષ્ટિવાદ નામનું જે બારમું અંગ છે તેના પેટામાં ૧૪ પૂર્વ સમાય છે. એ ૧૪
પૂર્વમાંથી અજ્ઞાનીને વધુમાં વધુ ૯ પૂર્વનું જ્ઞાન થઈ શકે છે. ૧૪ પૂર્વનું પૂરું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને
જ થાય. આ રીતે ૧૧ અંગ ને નવ પૂર્વ એ અજ્ઞાનીના ઉઘાડની ઉત્કૃષ્ટ મર્યાદા છે.
પ્ર
૦ :– ઋદ્ધિધારી એટલે શું? (નં. ૪પ૧)
ઉ
૦ :– આત્મસ્વરૂપના આરાધક જીવોને પવિત્રતાની તેમજ પુણ્યની અનેક પ્રકારની
ઋદ્ધિ પ્રગટે છે. ૬૪ પ્રકારની ઋદ્ધિ છે, તેમાં સૌથી શ્રેષ્ઠ ઋદ્ધિ કેવળજ્ઞાન છે. કુંદકુંદાચાર્યદેવને
આકાશમાં ગમનની ઋદ્ધિ હતી. જેમને આવી ઋદ્ધિ પ્રગટી હોય તેમને ઋદ્ધિધારીમુનિવર
કહેવાય. શાસ્ત્રોમાં તેનું ઘણું સુંદર વર્ણન આવે છે. કોઈવાર આપણે આત્મધર્મમાં તે આપીશું.