Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 49

background image
: ૩૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
* મધ્યપ્રદેશની સરકારે પર્યુષણપર્વમાં ભાદ્ર સુ. પ થી ૧પ સુધીના ૧૧ દિવસ સુધી
જૈન કર્મચારીઓને માટે બે કલાક મોડા આવવાની છૂટ આપીને ખાસ સુવિધા
આપેલ છે.
* શ્રી સમ્મેદશિખરજી સંબંધમાં હાલમાં બિહાર સરકાર સાથે જે કરાર થયા તેનાથી
દિગંબર કે શ્વેતાંબર બેમાંથી કોઈને નવા વિશેષ હક્ક પ્રાપ્ત થતા નથી, કે
બેમાંથી કોઈના જુના હક્કોને બાધા પહોંચતી નથી. અગાઉ કોર્ટ દ્વારા જે પ્રમાણે
હક્ક નક્કી થયેલા ને યથાવત્ રહેવાની અને તેનું સંરક્ષણ થવાની બાહેંધરી
ઉપરોક્ત કરારથી મળે છે.
* દક્ષિણ દેશમાં “कुंदकुंद विद्यापीठ ब्रह्मचर्याश्रम” ને ચાર લાખ રૂપિયાનું દાન
એમ. કે. જિનનાથન તરફથી મળ્‌યું છે. પહેલાં પણ તેમણે આ ક્ષેત્રને પાંચ લાખ
રૂપિયા આપ્યા હતા. સીમોગા, હુમચ, બેંગલોર તથા તુમુકુર વગેરેમાં સારી
જાગૃતી આવી છે.
–जैनमित्र
* જૈનોની વસ્તીગણતરીનું કાર્ય ચાલી રહ્યું છે, જેમાં લગભગ અડધું કાર્ય થયું છે,
તેમાં પણ પચાસલાખની ગણતરી નોંધાઈ ગઈ છે. આ ઉપરથી સમસ્ત જૈનોની
વસ્તી એક કરોડ જેટલી હોવાનું દ્રઢ અનુમાન સહેજે થઈ શકે છે.
* ઘાટકોપર:– અહીં મુમુક્ષુ મંડળ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે ને અવારનવાર વિશેષ
કાર્યક્રમો પણ યોજાય છે. વળી જિનેન્દ્રભગવાનની પધરામણી થયા પછી
મુમુક્ષુઓ વધુ ઉત્સાહિત બન્યા છે. તા. ૨૮–૮–૬૬ ના રોજ પ્રવચન વગેરેનો
વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં કહાનનગર સોસાયટી (દાદર)
પાઠશાળાના બાળકોએ સંવાદ વગેરેનો સુંદર કાર્યક્રમ આપ્યો હતો. મુંબઈ મુમુક્ષુ
મંડળના પ્રમુખશ્રી રમણીકભાઈ આ પ્રસંગે હાજર હતા ને તેમના હાથે બાળકોને
ઈનામ વહેંચાયા હતા.