Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 49

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૩૯ :
* આવતા વર્ષમાં જયપુરમાં પં. શ્રી ટોડરમલ્લજીની દ્વિશતાબ્દિનો સમારોહ થશે.
શ્રીમાન પંડિતજી જયપુરમાં થયા, અને મોક્ષમાર્ગપ્રકાશક વગેરેની રચના પણ
તેમણે જયપુરના જિનમંદિરમાં કરી હતી.
* સૌરાષ્ટ્રના સંત શ્રીમદ્ રાજચંદ્રજી વવાણીયા ગામમાં સં. ૧૯૨૪ના કારતક સુદ
પુનમે જન્મ્યા હતા. આવતી સાલના કારતક સુદ પુનમે તેમને એક સોમું વર્ષ
બેસશે; ને ૧૯૨૪ ના કારતક સુદ પુનમે સો વર્ષ પૂરા થશે. તે પ્રસંગે શ્રીમદ્
રાજચંદ્રશતાબ્દિ મહોત્સવ ઉજવવાનું આયોજન (અમદાવાદ વગેરેમાં) ચાલી
રહ્યું છે.
* શ્રી ભારતવર્ષીય દિ. જૈન તીર્થક્ષેત્ર કમિટિની પ્રબંધકારિણી કમિટિના એંક સદસ્ય
સમ્મેદશિખર પ્રકરણના સુખદ અંત બાબત હર્ષ વ્યક્ત કરીને જણાવે છે કે, ૩૦–
૪૦ વર્ષ પહેલાં પણ આવી ઘટના બની હતી, ને તે વખતે આપણા તીર્થંક્ષેત્રની
રક્ષાના મહાન કાર્યકર્તા સર શેઠ હુકમીચંદજી વગેરેએ તીર્થક્ષેત્ર કમિટિને મજબૂત
બનાવવા માટે દિ૦ જૈનોના પ્રત્યેક ઘરદીઠ વાર્ષિક એક રૂપિયો તીર્થરક્ષા–ફંડમાં
અપાય એવી યોજના બનાવી હતી.
જો તે યોજના ત્યારથી વ્યવસ્થિત ચાલુ રહી હોત તો લાખો દિ૦ જૈનના
ઘરોમાંથી અત્યારસુધીમાં કેટલાય લાખ રૂપિયા એકઠા થયા હોત! આજે આ
યોજનાની ખાસ આવશ્યકતા છે, ને તીર્થં પ્રત્યે ભક્તિપૂર્વક આટલો સહયોગ
આપવા ઘરઘરના જૈનો ખુશી છે. તો આ યોજના વિચારીને તેનો અમલ
કરવાનું અને તેમાં આળસ ન કરવાનું કમિટિના સભ્ય સૂચવે છે. આથી આપણા
પૂજ્ય તીર્થોની સંભાળ કરનારી તીર્થક્ષેત્ર કમિટિના હાથ મજબૂત બનશે અને
સમાજના ઉત્સાહભર્યા સહકારથી તેનું કાર્ય સરળ બનશે......આપણા તીર્થોની
ઉન્નતિ થશે (
जैन सन्देश ના આધારે)
આત્મધર્મનું નવા વર્ષનું લવાજમ ત્રણ
રૂપિયા વેલાસર મોકલીને વ્યવસ્થામાં સહકાર આપો
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ: સૌરાષ્ટ્ર