: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૪૧ :
૨૪ ભગવાન
ચોવીસ તીર્થંકરભગવાનના નામ મોઢે કરવાનું અગાઉ બાલવિભાગમાં લખ્યું
હતું; તમે તે મોઢે કર્યા હશે. તેમાં વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ ને મહાવીર
એ પાંચ ભગવંતો બાલબ્રહ્મચારી હતા. હવે–
(૧) તમે એ પાંચે બાલબ્રહ્મચારી ભગવંતોના નંબરનો સરવાળો કરો જોઈએ! જો
તમારો સરવાળો સાચો હશે તો ૧૦૦ માર્ક.
(૨) એ પાંચ સિવાય બાકીના ૧૯ તીર્થંકર ભગવાનના નંબર જુદા લખીને તેનો
સરવાળો કરો, એટલે તમને ૨૦૦ મળશે.
(૩) હવે એક સાથે ૧ થી ૨૪ સુધીના બધાય ભગવાનના નંબરનો સરવાળો કરશો
તો બરાબર ૩૦૦ થશે.
કેવો સરસ મેળ છે!
મોક્ષનો માર્ગ
ગયા અંકમાં એક ચિત્રમાં મોક્ષમાર્ગ શોધવાનું હતું; તમે તે માર્ગ શોધી કાઢયો
હશે. રસ્તો આ પ્રમાણે હતો–સૌથી પહેલાં બાળકના ડાબા હાથ તરફ સીધા જવું, પછી
નીચે ઉતરવું ને પછી ઉપર ઉપર ચાલ્યા જવું. આમાં સીધા જવું તે સરળતા બતાવે છે,
નીચે ઉતરવાનું નમ્રતા સૂચવે છે, ને પછી ઉપર જવાનું છે તે ઉન્નતિ માટેના ઊંચાઊંચા
પરિણામ સૂચવે છે. આ સરળતા નમ્રતાપૂર્વક ઊંચાભાવથી સત્સમાગમ સુધી આવી
પહોચ્યાં; હવે સત્સમાગમે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનારૂપ સીધો મોક્ષમાર્ગ
દેખાય છે ને તેની આરાધનાથી મોક્ષ પમાય છે. ચારગતિના ચક્રથી છૂટીને આવા
માર્ગની આરાધના વડે આપણે મોક્ષ પામીએ–એવી ભાવના આ ચિત્રદ્વારા વ્યક્ત
કરવામાં આવી છે.
• બંધુઓ, આ ભાદરવા સુદ પાંચમથી ૧૪ સુધી પર્યુષણપર્વ છે. તેમાં ધર્મની ખૂબખૂબ
ભાવના કરજો. હરરોજ દર્શન–પૂજન–હોંશથી કરજો. ધર્માત્મા મહાપુરુષોના પવિત્ર
જીવનને યાદ કરી કરીને તેમના જેવા થવાનો પ્રયત્ન કરજો. નવા નવા શાસ્ત્રો વાંચજો.
બંધુઓ, આ દશે દિવસોમાં રાત્રિભોજનનો જરૂર ત્યાગ કરજો; ને પછી પણ
હંમેશને માટે એ રાત્રિભોજનના પાપને તિલાંજલિ આપી દેજો. તમે રાત્રિભોજન
છોડશો એટલે તમારા ઘરમાંથી પણ સહેજે રાત્રિભોજન છૂટી જશે.