Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 45

background image
: ૧૮ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
શક્તિવાળા આત્માને જાણ્યો ને અનુભવ્યો કહેવાય. ત્યાં ધર્મીને વ્યવહારરત્નત્રયના
રાગનું ય કર્તૃત્વ કે સ્વામીત્વ રહેતું નથી. તે–તે કાળના વ્યવહારને જાણે છે પણ તેનો તે
સ્વામી થતો નથી. રાગરૂપ વ્યવહાર છે તેનો અકર્તા થયો ત્યારે તેના વ્યવહારને
વ્યવહાર કહ્યો.
આમાં સ્વ–સ્વામીત્વશક્તિનું પણ નિર્મળકાર્ય આવી ગયું. દ્રવ્યદ્રષ્ટિ થતાં પોતાની
નિર્મળપર્યાયના સ્વામીત્વપણે જ પરિણમ્યો ને રાગાદિના સ્વામીત્વપણે ન પરિણમ્યો,–
આવું સ્વસ્વામીત્વસંબંધ–શક્તિનું કાર્ય પ્રગટ્યું.
આવા આત્માના સ્વભાવમાં જે આવ્યો તે પરભાવથી નિવૃત્ત થયો, કેમકે
પરભાવનું કર્તૃત્વ આત્માના સ્વભાવમાં નથી. આત્માના અકર્તૃત્વસ્વભાવને જાણે ને
રાગનું કર્તૃત્વ રહે એમ બને નહિ. સ્વભાવને જાણતાં પર્યાય તે તરફ વળે એટલે રાગાદિ
પરભાવોથી નિવૃત્તિ થાય જ. પર્યાય અંતર્મુખ થઈને આત્માને જાણે ને પરભાવોથી
નિવૃત્તિ ન થાય એમ બને જ નહિ. સ્વભાવને જાણતાં જ રાગનું કર્તૃત્વ છૂટી જાય છે ને
જ્ઞાન પોતાના સ્વભાવમાં વળી જાય છે એટલે નિર્મળ જ્ઞાન–આનંદની પર્યાયો પ્રગટે
છે.–આવું ભેદજ્ઞાનનું ફળ છે.
આમાં અકારણકાર્યત્વશક્તિનું નિર્મળ કાર્ય પણ આવી ગયું. અંતરસ્વભાવની
દ્રષ્ટિથી જે નિર્મળપર્યાય પ્રગટી તેણે આખા આત્માને અકારણકાર્યસ્વરૂપ જાણ્યો, એટલે
પર્યાયમાંથી પણ રાગનું કારણપણું છૂટી ગયું; તથા તે નિર્મળપર્યાય પોતે રાગનું કાર્ય
પણ નથી; રાગને કારણ બનાવીને નિર્મળપર્યાયરૂપ કાર્ય થયું–એમ નથી. આ રીતે એક
આત્મસ્વભાવની પ્રતીતિ અને અનુભૂતિમાં તેના સર્વે ગુણોના નિર્મળકાર્યની પ્રતીત
ભેગી સમાઈ જાય છે.
जय जिनेन्द्र