Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 45

background image
સમ્પાદકીય
આપણા આત્મધર્મને આજ–કાલ કરતાં
ગુરુદેવની છત્રછાયામાં આ અંકની સાથે ૨૩ વર્ષ
પૂરાં થાય છે, આવતા અંકથી ૨૪ મું વર્ષ શરૂ થશે.
ગુરુદેવ મંગલવાણીથી આપણને જૈનધર્મનું સત્ય
સ્વરૂપ સમજાવીને આત્મહિતનો જે માર્ગ દર્શાવી
રહ્યા છે તેનો સર્વત્ર ખૂબ પ્રચાર થાય એ
‘આત્મધર્મની ભાવના છે. ગુરુદેવની કૃપાથી અને
સૌના પ્રેમભર્યા સહકારથી આજે આત્મધર્મ વધુ ને
વધુ વિકાસ સાધી રહ્યું છે.
પવિત્ર પર્યુષણ અને ક્ષમાવણીપર્વના મંગલ દિવસો હમણાં જ ગયા. ધર્મની
આરાધના માટે આત્માને જાગૃત કરનારા, ને કષાયના કલુષ પરિણામોથી છોડાવીને
આત્માને શાંતિ દેનારા આ પર્વપ્રસંગે જૈનમાત્રમાં ક્ષમાભાવનાની જે અતિ શીતલછાયા
સર્વત્ર પ્રસરી જાય છે તે જિનવીરની વીતરાગીક્ષમાનો પ્રભાવ છે...કે જે ક્ષમા જિનમાર્ગ
સિવાય બીજે હોઈ શકે નહિ. આવા ક્ષમાવણી પ્રસંગે, આત્મધર્મના સમસ્ત પાઠકો–
સાધર્મીઓ તથા વડીલો પ્રત્યે જે કોઈ અપરાધો થયા હોય, કોઈનું મન દુભાયું હોય તો
અતિ નમ્રભાવે હાર્દિક વાત્સલ્યપૂર્વક સૌ પ્રત્યે ક્ષમાપના ચાહું છું. કેટલાક બાલબંધુઓ
તરફથી ક્ષમાવણીપત્ર મળેલ છે, તેમના પ્રત્યે પણ પ્રેમપૂર્વક ક્ષમાપના.
સૂચના:– હમણાં આત્મધર્મના દરેક ચાલુ અંકમાં ૪૦ પાનાં અપાશે. આ અંકમાં
એક મહત્વની તત્ત્વચર્ચા તથા એક ખાસ પ્રવચન આપવાનું થયું, તેથી ભગવાન
ઋષભદેવનો ચાલુ લેખ, તેમજ ‘વિવિધ વચનામૃત’ આ અંકે આપી શક્યા નથી. “તત્ત્વ
ચર્ચા” ની જે ચાલુ લેખમાળા હતી તે “વાંચકો સાથે વાતચીત” ના વિભાગમાં જોડી
દેવામાં આવી છે, એટલે તત્ત્વચર્ચાને લગતા જિજ્ઞાસુ પાઠકોના પ્રશ્નો તથા તેના ઉત્તર
પણ એ વિભાગમાં અપાશે. આ સિવાયની જે ચાલુ લેખમાળાઓ છે તે થોડા વખતમાં
પૂરી થયે બીજા નવીન સુધારાવધારા કરીશું. જિજ્ઞાસુ પાઠકો તેમજ વડીલો તરફથી
આત્મધર્મના વિકાસ માટેના સૂચનો પ્રેમપૂર્વક આવકારવામાં આવે છે.
–जय जिनेन्द्र