: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૨
લવાજમ આસો
ત્રણ રૂપિયા ડિસેમ્બર માસ
* વર્ષ: ૨૩ અંક ૧૨ *
________________________________________________________________
ધર્મની આરાધનાનું પર્વ
(ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મનું સ્વરૂપ)
• • • • •
(પર્યુષણ વખતના દશ ધર્મ ઉપરના
પ્રવચનોમાંથી દોહન વીર સં. ૨૪૯૨)
(હે ભવ્ય! આ ધર્મોને તું પરમભક્તિથી જાણ.)
* * * * *
આજથી દશલક્ષણધર્મ (પર્યુષણ પર્વ) શરૂ થાય છે. આ
શાશ્વત પર્વ છે; તેમાં આજે પહેલો ઉત્તમક્ષમાધર્મનો દિવસ છે.
આ ક્ષમાદિ ઉત્તમ ધર્મો એ સમ્યગ્દર્શનપૂર્વકની ચારિત્રદશા છે,
મુનિને આ ધર્મો હોય છે. તેથી અહીં કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહે છે
કે જે રત્નત્રયયુક્ત છે, નિરંતર ક્ષમાદિ ભાવરૂપ પરિણમ્યા છે
અને સર્વત્ર મધ્યસ્થ છે એવા સાધુ તે પોતે ધર્મ છે. મુનિધર્મ
ઉત્તમક્ષમાદિ દશ પ્રકારનો કહ્યો છે. અહીં કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી
દશ ધર્મો વંચાય છે. આચાર્યદેવ કહે છે કે અહો, આ વીતરાગી
ધર્મનું સ્વરૂપ પરમભક્તિથી અને ઉત્તમ ધર્મપ્રત્યેના પ્રેમથી
જાણવા યોગ્ય છે, આદરપૂર્વક તેની ઉપાસના કરવા જેવી છે.