: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૭ :
હોય તો ઉમરાળા (ગુરુદેવનું જન્મધામ) સૌથી
નજીક પડે; ત્યાં સીમંધર ભગવાન બિરાજે છે.
સોનગઢથી ભાવનગર ૧૮ માઈલ છે,
પાલીતાણા ૧૪ માઈલ છે ને ઉમરાળા તો ફક્ત
૧૧ માઈલ (સાડાપાંચ ગાઉ) દૂર છે. પહેલાં
ગુરુદેવ જ્યારે પાદવિહાર કરતા ત્યારે
સોનગઢથી (ધારૂકા થઈને) ઉમરાળા ગુરુદેવ
સાથે ચાલીને જવાની અમને બહુ મજા પડતી.
પ્રશ્ન:– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે, તો
પહેલાં મારે શું કરવું? (૧પ૮૮)
ઉત્તર:– સમ્યગ્દ્રષ્ટિ જીવોને ઓળખીને
તેમનો સત્સમાગમ કરવો.
એક સભ્ય પૂછે છે કે કોઈક પ્રશ્નોનો
જવાબ ન આવડતો હોય તો શું કરવું?–જવાબ
ન આવડતો હોય તો મુંઝાવું નહિ પણ વડીલોને
પૂછીને શીખી લેવું; ને પછી પોતાના હાથે તે
જવાબ લખવો.
પ્રશ્ન:– પાંચ પાંડવ અત્યારે ક્યાં છે?
(નં. ૧૦૦પ સુરેન્દ્રનગર)
ઉત્તર:– યુધિષ્ઠિર ભીમ અને અર્જુન એ
ત્રણ પાંડવો સિદ્ધાલયમાં (સિદ્ધક્ષેત્ર શત્રુંજયના
બરાબર ઉપરના ભાગમાં) બિરાજે છે; ને નકુલ
તથા સહદેવ એ બે સ્વર્ગમાં છે.
કટની (મધ્યપ્રદેશ) ના શ્રી સ. સિ.
ધન્યકુમારજી શેઠ પોતાના સોનગઢના
અનુભવનું વર્ણન કરતાં અંતમાં લખે છે કે–
“મેરી કલ્પનામેં તો યહ આયા કિ
સર્વાર્થસિદ્ધિ કે દેવોમેં ભી જો અધ્યાત્મ ચર્ચામેં
૩૩ સાગર બીત જાતે હૈ વહ સર્વથા સત્ય હૈ;
યહ (સોનગઢ) નગરી તો ઉસી કા નમૂના હૈ,
ઈસે હમ અબ “સર્વાર્થસિદ્ધિ પુરી” કહેં તો
અત્યુક્તિ નહીં હોગી.” (जैनसन्देशમાંથી)
શ્રી દિગંબર જૈન વિદ્યાલય, રામગઢ
(જયપુર) તરફથી શ્રીમાન ઈન્દ્રચન્દ્રજી જૈન
મારફત રૂા. ૧૧૦૦) શ્રી જૈન સ્વાધ્યાયમંદિર
ટ્રસ્ટ ઉપર બાલવિભાગના બાળકોને કોઈ
પુસ્તક ભેટ આપવા માટે આવ્યા છે...તે બદલ
તેમને ધન્યવાદ. (બાલવિભાગ તથા આત્મધર્મ–
વિકાસ માટે આવેલ પરચુરણ રકમોની યાદી આ
અંકમાં આપી શકાઈ નથી.)
સૂચના–
આત્મધર્મના જિજ્ઞાસુપાઠકો તથા
બાલવિભાગના બાળકો આ વિભાગમાં ખૂબ
રસ લઈ રહ્યા છે ને તત્ત્વજિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો
પૂછી રહ્યા છે. આપ સૌ પ્રશ્ન પૂછો ને ધર્મમાં રસ
લ્યો તે જરૂર પ્રશંસનીય છે; પરંતુ આપણા
આત્મધર્મની શક્તિ મર્યાદિત છે, એટલે ખાસ
સૂચના કરવાની કે એક સાથે એકથી વધુ પ્રશ્નો
ન મોકલશો.
આપે પૂછેલા પ્રશ્નનો જવાબ ન આવે
ત્યાં સુધી (અથવા ત્રણ માસ સુધી) નવા પ્રશ્નો
ન મોકલશો.
બંને ત્યાંસુધી આપના ઘરના વડીલોને
પૂછીને સમાધાન મેળવી લેશો.
– जय जिनेन्द्र