: ૨૮ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
ઉ પા દે ય – પ રં પ રા
જગતમાં પૃથક્ પૃથક્ અનંતા જીવો છે; તેના
કરતાં અનંતાનંતગુણા પુદ્ગલો છે; ધર્માસ્તિ–
અધર્માસ્તિ–આકાશ એ પ્રત્યેક એકેકછે; કાળના
અણુ અસંખ્યાત છે.
આવા છ દ્રવ્યસ્વરૂપ લોકમાં જીવદ્રવ્ય જ
ઉપાદેય છે.
તેમાંય જો કે શુદ્ધનિશ્ચયથી શક્તિઅપેક્ષાએ
બધા જીવો ઉપાદેય છે, તો પણ વ્યક્તિઅપેક્ષાએ
પંચપરમેષ્ઠિી ઉપાદેય છે.
તેમાં પણ વિશેષપણે અરિહંત ને સિદ્ધ
ઉપાદેય છે.
તેમાં પણ સિદ્ધ ઉપાદેય છે.
અને પરમાર્થથી તો, મિથ્યાત્વ–રાગાદિ
વિભાવ પરિણામોની નિવૃત્તિના કાળે એટલે કે
નિર્વિકલ્પધ્યાનમાં સ્વકીય શુદ્ધાત્મા જ ધર્મીને
ઉપાદેય છે.
એ પ્રમાણે ઉપાદેય–પરંપરા જાણવી. અને
સ્વસન્મુખ ધ્યાનવડે પોતાના શુદ્ધાત્માને ઉપાદેય
કરવો.
એમ કરવાથી ઉપરના બધા ઉપાદેયપદ
પ્રગટી જાય છે.
(જુઓ પરમાત્મપ્રકાશ અ. ૨ ગા. ૨૨ ની
ટીકા)