Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૨૯ :

પરમાર્થે પંચપરમેષ્ઠિ આત્મા જ છે, આત્માની જે નિર્મળદશા તેમાં જ
અરિહંતપણું–સિદ્ધપણું વગેરે સમાય છે. આત્માના ધ્રુવ–સામર્થ્યમાં અરિહંતપણું–સિદ્ધપણું
ભરેલું છે. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં કહે છે કે અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને
ઓળખતાં આત્માનું પરમાર્થસ્વરૂપ જણાય છે, અને તેના દર્શનમોહનો નાશ થાય છે.
અરિહંતને પર્યાયમાં જે કાર્ય પ્રગટ્યું તેનું કારણ આત્મામાં પડ્યું છે; તેની સન્મુખ થઈને
તેને ધ્યાવતાં પરમ આનંદ પ્રગટે છે. આત્મામાં અરિહંતપણું શક્તિરૂપે ભર્યું છે તેથી તેના
ધ્યાનવડે તૃપ્તિ થાય છે. પંચપરમેષ્ઠીપણું આત્માના સ્વભાવમાં છે તેથી ખરેખર આત્મા જ
સદાય શરણ છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ મોક્ષપ્રાભૃત ગા. ૧૦૪ માં કહે છે કે–
અર્હન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ–પરમેષ્ઠી છે તે પણ
આત્મામાં જ સ્થિત છે, તેથી મને આત્મા જ શરણરૂપ છે. પાંચે પદરૂપ નિર્મળદશા
આત્મામાંથી પ્રગટે છે, ક્યાંય બહારથી નથી આવતી. પોતામાં એવી પરમેષ્ઠી–દશા પ્રગટ
કરીને આચાર્યદેવ કહે છે કે પ્રગટપણે આત્મા જ મારું શરણ છે...તે જ ઉપાદેય છે.
પરમાત્મપ્રકાશમાં (અ. ર. ગા. ૨૨ ની ટીકામાં) પણ કહ્યું છે કે જગતના
પદાર્થોમાં જીવ ઉપાદેય છે, જીવોમાં પંચપરમેષ્ઠી, પંચપરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધ,
તેમાં પણ સિદ્ધ ઉપાદેય છે; પરંતુ આ બધાના લક્ષે હજી વિકલ્પ થાય છે. અંતરમાં
નિર્વિકલ્પ ધ્યાનરૂપ સમાધિકાળે તો પોતાનો શુદ્ધઆત્મા જ ઉપાદેય છે. ત્યાં પર ઉપર કે
પર્યાયના ભેદ ઉપર લક્ષ રહેતું નથી.
આત્મા જ ઉત્તમપદાર્થ છે, કેમકે તેના જ ધ્યાનવડે ઉત્તમપદ પ્રગટે છે.
અહીં પણ યોગસાર ગા. ૧૦૪ માં કહે છે કે–
નિશ્ચયથી આત્મા જ અર્હન્ત છે, આત્મા જ સિદ્ધ છે, આત્મા જ આચાર્ય છે,
આત્મા જ ઉપાધ્યાય છે તથા આત્મા જ મુનિ છે. એ પાંચ પદરૂપ પવિત્રદશા આત્મામાં
જ છે. તેથી આત્માનું શરણ કરતાં તે દશા પ્રગટી જાય છે. બહારમાં પંચ પરમેષ્ઠીનું
શરણ કહેવું કે તેમને ઉપાદેય કહેવા તે વ્યવહાર છે, વ્યવહારથી તે પૂજ્ય છે, પણ
નિશ્ચયથી તો પોતાનો શુદ્ધ આત્મા જ શરણરૂપ ને ઉપાદેય છે; કે જેને ઉપાદેય કરતાં
કેવળજ્ઞાન અને સિદ્ધપદ એકક્ષણમાં પ્રગટી જાય છે.