: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
દ્રવ્ય જ છે. શુદ્ધનયે અનુભૂતિમાંથી ગુણપર્યાયના ભેદ કાઢી નાંખીને આત્માને શુદ્ધ
એકપણામાં સ્થાપ્યો છે એટલે કે અનુભવમાં લીધો છે. તે અનુભવમાં નિર્મળ પર્યાયનોય
ભેદ નથી.
ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન, તે સમ્યગ્દર્શનમાં કેવો આત્મા દેખાય છે તેની
આ વાત છે. નિર્મળ ગુણ–પર્યાયોના જે ભેદો છે તેમાં અભેદપણે આત્મા રહેલો છે, એટલે
શુદ્ધનયથી તે એક છે. આવા શુદ્ધ એકત્વસ્વરૂપ આત્મા સમ્યગ્દર્શનમાં દેખાય છે.
આત્માના અસ્તિત્વમાં પરનું તો અસ્તિત્વ જ નથી. આત્માના અસ્તિત્વમાં પોતાના
અનંત ગુણ–પર્યાયનું અસ્તિત્વ છે. આવા આત્માને પરથી ભિન્નપણે ને પોતાના જ્ઞાનાદિ
સ્વભાવોથી અભિ ન્નપણે દેખવો–અનુભવવો તે સમ્યગ્દર્શનનું કામ છે.
આત્મામાં પરનું અસ્તિત્વ નથી એટલે પરનાં કામને આત્મા કરતો નથી; તથા પરના
અસ્તિત્વમાં આત્માનું અસ્તિત્વ નથી એટલે પરને લીધે આત્માનું કાંઈ કામ થતું નથી. બંને
દ્રવ્યો જુદેજુદાં પોતપોતાના કાર્યને જ કરે છે. આમ પરથી તો આત્માની તદ્ન ભિન્નતા
નક્કી થઈ.
હવે આત્મામાં પોતામાં જે પોતાના ગુણ–પર્યાયો છે, તે ગુણ–પર્યાયોને પણ ભિન્ન
ભિન્ન અનેક ભેદરૂપે દેખ્યા કરે તો ત્યાંસુધી પણ વિકલ્પ જ છે, અને તેમાં ભૂતાર્થઆત્મા
એટલે કે સાચો આત્મા દેખવામાં આવતો નથી એટલે કે આત્માના શુદ્ધસ્વરૂપનું સમ્યક્દર્શન
થતું નથી. આત્મા સાચા સ્વરૂપે દેખાતો નથી. આત્માને સર્વ ગુણપર્યાયોમાં અભેદ એક
સ્વરૂપે દેખવાથી જ આત્માનું સાચું સ્વરૂપ દેખાય છે એટલે સમ્યગ્દર્શન થાય છે.
આનું નામ ‘એકત્વ–વિભક્ત’ આત્મા છે.
માત્ર અનેક ભંગ–ભેદરૂપે જ આત્માને દેખ્યા કરે ને એકસ્વરૂપ અભેદ આત્માને ન
દેખે ત્યાંસુધી વિકલ્પ તૂટીને શુદ્ધ આત્મા અનુભવમાં આવે નહિ. ભંગભેદના અનુભવથી તો
વિકલ્પની ઉત્પત્તિ છે; ને એટલા સ્વરૂપે જ આત્માને દેખે–અનુભવે તો સમ્યક્ત્વ થાય નહિ.
સમ્યક્ત્વ તો ત્યારે થાય કે જ્યારે સ્વભાવથી અભેદ આત્માને અનુભવમાં લ્યે. અંતર્મુખ
થઈને આવા એકરૂપ અભેદ આત્માનો અનુભવ કરતાં તે અનુભવ કરનારી પર્યાય પણ
સ્વભાવમાં લીન થઈ જાય છે. ત્યાં અનુભવમાં ગુણ–પર્યાયનો કોઈ ભેદ દેખાતો નથી, તેથી
સમ્યગ્દર્શનને ‘આત્મા’ જ કહ્યો. સમ્યગ્દર્શનમાં એક અભેદ શુદ્ધઆત્મા જ દેખાય છે. આનું
નામ સમ્યગ્દર્શન છે.
* આવા એકરૂપ આત્માના દર્શનમાં સમ્યક્શ્રદ્ધા થાય છે.
* આવા એકરૂપ આત્માના જ્ઞાનમાં સમ્યગ્જ્ઞાન થાય છે.
* આવા એકરૂપ આત્માને દેખતાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે.
* આવા એકરૂપ આત્માને દેખતાં શાંતિનું વેદન થાય છે.