Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 46

background image
: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
સમ્યગ્દશન
(સમયસાર કલશ ૬ ઉપરના પ્રવચનમાંથી)
બહુ ઊંચી છતાં અંતર્મુહૂર્તમાં સમજી શકાય તેવી વાત
અહીં સમ્યગ્દર્શન કેવા શુદ્ધઆત્માને દેખે છે તેનું વર્ણન છે; પરથી ભિન્ન કેવા
શુદ્ધાત્માને દેખતાં સમ્યગ્દર્શન થાય તેની આ વાત છે.
અનાદિથી પરને જ જોવાની ટેવ પડી ગઈ છે, ને પરને જાણતાં તેમાં જ જ્ઞાનને
એકમેક માની રહ્યો છે, પરથી ભિન્ન જ્ઞાનને દેખતો નથી, જાણતો નથી. પરથી ભિન્ન એકરૂપ
નિજાત્માને દેખવો જાણવો ને આનંદસહિત અનુભવવો તે સમ્યક્ દર્શન છે. આત્મા પોતાના
સ્વભાવથી પરિપૂર્ણ છે. વર્તમાનદશાને તે પૂર્ણ સ્વભાવમાં વાળીને તેનો અનુભવ કરવો,
એટલે દેખનારો પોતે દેખનારમાં દેખે, પોતે પોતાને પોતામાં દેખે આવી અંતરની દ્રષ્ટિ તે
સમ્યક્–દર્શન છે.
આત્મા પરથી જુદો છે, તેને જુદો દેખવો તે સમ્યગ્દર્શન છે. ભાઈ, આ દેહાદિ તો જુદા
છે. દેહમાં કાંઈ આત્મા નથી. દેહનું અસ્તિત્વ આત્માના અસ્તિત્વથી જુદું છે; ને આત્માનું
અસ્તિત્વ દેહના અસ્તિત્વથી જુદું છે. એકમાં બીજાનું અસ્તિત્વ નથી, એટલે અત્યંત ભિન્નતા
છે. આવો ભિન્ન આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે અનંત ગંભીર સ્વભાવોથી ભરેલો પૂર્ણ
છે. સ્વસન્મુખ થઈ એને વેદવો અનુભવવો જાણવો તે ધર્મની પ્રથમ ભૂમિકા છે, અહીંથી ધર્મ
શરૂ થાય છે. અંતરમાં આનંદનું સ્વસંવેદન થતાં આવો જ આખો આત્મા આનંદથી ભરપૂર
છે–એવી પ્રતીત થાય છે, તે સમ્યગ્દર્શન છે.
આત્માનું અસ્તિત્વ કેવું છે? કે પરથી જુદું ને પોતાના સમસ્ત શુદ્ધ ગુણ–પર્યાયોથી
વ્યાપ્ત છે. ગુણપર્યાયમાં વ્યાપેલો હોવા છતાં શુદ્ધનયથી આત્માને એકપણું છે; તેમાં કોઈ ભેદ
નથી, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી.
ભાઈ, તારામાં જે ભર્યું છે તેને તું દેખ. જે તારામાં નથી તેને તું દેખે છે ને તેનુંં
અસ્તિત્વ પોતામાં માને છે તે તો ભ્રમ છે. તારા અસ્તિત્વને પરથી ભિન્ન અને પોતાના
ગુણ–પર્યાયોમાં એકાકારપણે રહેલા એવા એકરૂપે દેખ, તે સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શનપર્યાય
અંતર્મુખ થઈને આખા શુદ્ધ આત્માને અંગીકાર કરે છે. આખા દ્રવ્ય પ્રમાણે સમ્યગ્દર્શનની
પર્યાય અભેદ પરિણમી ગઈ છે. સમ્યગ્દર્શનપર્યાયે આખા આત્માને પકડયો છે; તે પર્યાય
અખંડ દ્રવ્યમાં અભેદ થઈને પ્રણમી ગઈ છે. આવો શુદ્ધઆત્મા એક જ અમને અનુભવમાં
પ્રાપ્ત હો. નવતત્ત્વમાંથી આ એક જ ભૂતાર્થ છે; બાકી નવતત્ત્વના વિકલ્પો તે સમ્યગ્દર્શનથી
બાહ્ય છે. સમ્યગ્દર્શનનું અંર્ત–તત્ત્વ એકરૂપ શુદ્ધ