: ૧૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
ભગવન ઋષભદવ
તેમના છેલ્લા દસ અવતારની કથા
(મહા પુરાણના આધારે લે. બ્ર. હરિલાલ જૈન: લેખાંક સાતમો)
(જિનવાણીના અંશરૂપે જે કષાયપ્રાભૃત, તેના ઉપર
૬૦,૦૦૦ શ્લોકપ્રમાણ જયધવલા ટીકા છે; તેના શરૂઆતના વીસ
હજાર શ્લોક શ્રી વીરસેનસ્વામી રચિત છે; ને પછીના ચાલીસ
હજાર શ્લોકની રચનાવડે શ્રી જિનસેનસ્વામીએ પોતાના ગુરુનું
અધૂરું રહેલું મહાન કાર્ય પૂરું કર્યું છે, અને ત્યાર પછી આ
મહાપુરાણની રચના પણ તેમણે જ કરી છે. આ રીતે જયધવલાની
૪૦,૦૦૦ શ્લોકપ્રમાણ ટીકાના રચનાર એવા ભગવત્
જિનસેનસ્વામીની રચનાને આધારે આ ઋષભકથાનું આલેખન
થઈ રહ્યું છે. સમ્યક્ત્વ કેમ પમાય? તે વખતના જીવનાં પરિણામ
કેવા હોય? વગેરે અનેક સિદ્ધાન્તિક રહસ્યો આમાં ભર્યા છે.)
આપણા કથાનાયક ભગવાન ઋષભદેવનો જીવ મહાબલરાજાના ભવમાં જૈન ધર્મના
સંસ્કાર પામ્યો; પછી લલિતાંગ–દેવ થયો; વજ્રજંઘના ભવમાં મુનિઓને આહારદાન દીધું;
ભોગભૂમિના ભવમાં ‘પ્રીતિકર’ અને ‘પ્રીતિદેવ’ એ બે મુનિવરોના ઉપદેશથી અપૂર્વ
સમ્યક્ત્વધર્મ પ્રગટ કર્યો; શ્રીધરદેવના ભવમાં મંત્રીના જીવને નરકમાં પ્રતિબોધીને,
સમ્યગ્દર્શન પમાડયું; પછી વિદેહમાં સુવિધિરાજા થઈ શ્રાવકધર્મ પાળી અંતસમયે મુનિ થયા;
ને સમાધિપૂર્વક દેહ છોડી, અત્યારે સ્વર્ગમાં અચ્યુતેન્દ્રપણે બિરાજી રહ્યા છે; હવે ત્યાંથી
મનુષ્યલોકમાં અવતરવાની તૈયારી છે; અહીં સુધી આપણી કથા પહોંચી છે. હવે કથા આગળ ચાલે
છે; તેમાં, આપણા કથાનાયક મનુષ્યલોકમાં ક્યાં અવતરે છે ને ત્યાં શું કરે છે–તે આપણે જોઈએ.
[૮]
પૂર્વનો ત્રીજો ભવ: વજ્રનાભિ ચક્રવર્તી, મુનિધર્મનું પાલન અને તીર્થંકરપ્રકૃતિ
ભગવાન ઋષભદેવનો આત્મા અચ્યુતઈન્દ્ર સ્વર્ગથી ચ્યુત થઈને, અત્યંત શોભાયમાન
એવા જંબુદ્વીપના પૂર્વવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી દેશની પુંડરીકિણી નગરીમાં અવતર્યો,–
વજ્રનાભી એનું નામ; રાજા વજ્રસેન તીર્થંકર તેના પિતા, અને શ્રીકાન્તારાણી