ભાઈ તરીકે અવતર્યા,–તેમનાં નામ વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત. આ
ઉપરાન્ત પૂર્વે વજ્રજંઘના ભવમાં આહારદાન વખતે જેઓ સાથે હતા તે મતિવરમંત્રી
વગેરે ચારે જીવો પણ (જેઓ ગ્રૈવેયકમાં હતા તેઓ, ત્યાંથી ચ્યૂત થઈને) અહીં
વજ્રનાભીના ભાઈ તરીકે અવતર્યા. તેમાં મતિવરમંત્રીનો જીવ સુબાહુ થયો; આનન્દ
પુરોહિતનો જીવ મહાબાહુ થયો; અકંપન સેનાપતિનો જીવ પીઠકુમાર થયો; અને
ધનમિત્ર શેઠનો જીવ મહાપીઠ થયો.–આમ પૂર્વભવના સંસ્કારને લીધે બધા જીવો એક
ઠેકાણે ભેગા થઈ ગયા. શ્રીમતીનો જીવ–કે જે અચ્યુતેન્દ્ર સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયો હતો
તે ત્યાંથી ચ્યૂત થઈને આ જ નગરીમાં કુબેરદત્ત વણિકને ત્યાં અનંતમતીનો પુત્ર
ધનદેવ થયો
તીર્થંકરપ્રકૃતિ બાંધીને, એક ભવ પછી પોતે ભરતક્ષેત્રના આદ્ય તીર્થંકર થવાના છે.
એવા આ પવિત્ર આત્મા વજ્રનાભી યુવાન થતાં એકદમ શોભી ઊઠ્યા. એ
વજ્રનાભીની નાભિ વચ્ચે વજ્રનું એક સ્પષ્ટ ચિહ્ન શોભતું હતું–જે એમ પ્રસિદ્ધ કરી રહ્યું
હતું કે આ જીવ ચક્રવર્તી થશે. તેણે શાસ્ત્રનો સુંદર અભ્યાસ કર્યો હોવાથી યૌવનજન્ય
મદ થયો ન હતો. અનેક પ્રકારની રાજવિદ્યામાં પણ તે પારંગત થયા; લક્ષ્મી અને
સરસ્વતી બંનેનો તેની પાસે સુમેળ હતો, ને તેની કીર્તિ દશે દિશામાં ફેલાઈ ગઈ હતી.
પોતાના ગુણવડે તે બધા લોકોને વશીભૂત કરી લેતા હતા. ખરું જ છે–ગુણોવડે વશ
કોણ ન થાય? અહીં રાજકુમાર વજ્રનાભીના ગુણોનું જેવું વર્ણન કર્યું,–બાકીના
રાજકુમારોના ગુણોનું વર્ણન પણ લગભગ તેવું જ સમજી લેવું.
વજ્રસેન તીર્થંકરે પુત્રને રાજતિલક કરીને “તું મહાન ચક્રવર્તી હો” એવા આશીર્વાદ
આપ્યા ને પોતે સંસારથી વિરક્ત થયા. રાજા વજ્રસેનને વૈરાગ્ય થતાં લૌકાન્તિકદેવોએ
આવીને સ્તુતિપૂર્વક તેમને પ્રતિબોધ્યા ને તેમના વૈરાગ્યની અનુમોદના કરી. ઉત્તમ
દેવોએ આવીને ભગવાન વજ્રસેનની પૂજા કરી અને તેઓ દીક્ષિત થયા. ભગવાન
વજ્રસેનની સાથે સાથે આમ્રવન નામના મહાન ઉપવનમાં બીજા એક હજાર રાજાઓએ
પણ દીક્ષા લીધી.