: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
કહે છે; આ સંન્યાસવડે રત્નત્રયની ઉત્કૃષ્ટ શુદ્ધતા થાય છે તથા કર્મરૂપી શત્રુનો ઘણો
નાશ થાય છે; આ સંન્યાસના ધારક મુનિરાજ નગર–ગામ વગેરે સંસારી પ્રાણીઓને
રહેવાના સ્થાનથી દૂર એકાંતમાં વસે છે. આવો પ્રાયોપગમન–સંન્યાસ ધારણ કરનાર તે
વજ્રનાભિમુનિરાજ પોતે પોતાના શરીરનો કોઈ ઉપચાર કરતા ન હતા, તેમજ બીજા
પાસે પણ કાંઈ ઉપચાર–સેવા કરાવવાની ઈચ્છા રાખતા ન હતા. જેમ શત્રુના
મૃતકલેવરને જોઈને કોઈ મનુષ્ય નિરાકુળ–નિશ્ચિંત થઈ જાય, તેમ તેમણે આ શરીરને
મૃતકકલેવરવત્ જાણીને તેનું મમત્વ છોડી દીધું હતું ને અત્યંત નિરાકુળ થઈ ગયા હતા.
જોકે તેમનું શરીર ઘણું જ દુબળું થઈ ગયું હતું તોપણ સ્વાભાવિક ધૈર્યના
અવલંબનવડે ઘણા દિવસો સુધી નિશ્ચલ ચિત્તે બેસી રહ્યા. માર્ગથી ચ્યુત ન થવાય તથા
કર્મોની અતિશય નિર્જરા થાય તે હેતુથી તેઓ ક્ષુધા–તૃષા વગેરે બાવીસ પરીસહોને
સહતા હતા. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌર્ય, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય
અને બ્રહ્મચર્ય–એ દશ ધર્મોનું તે મહા વિદ્વાન મુનિરાજ પાલન કરતા હતા, કે જે ધર્મો
ગણધરોને પણ અત્યંત ઈષ્ટ છે. તેઓ બાર વૈરાગ્ય–અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિન્તન
કરતા હતા:–
(૧) સંસારના સુખ, આયુ, બળ ને સંપદા તે બધું અનિત્ય છે.
(૨) જન્મ, વૃદ્ધાવસ્થા કે મરણ તેમાં જીવને કોઈ શરણ નથી.
(૩) મિથ્યાત્વાદિના કારણે થતું પંચવિધ સંસારભ્રમણ અત્યંત દુઃખરૂપ છે.
(૪) જ્ઞાન–દર્શનસ્વરૂપ આત્મા સદા એકલો છે.
(પ) શરીર, ધન, ભાઈ, સ્ત્રી વગેરેથી તે સદા જુદો–અન્ય છે.
(૬) નવદ્વારોથી અશુચી ઝરે છે તેથી શરીર સદા અપવિત્ર છે.
(૭) અજ્ઞાનાદિના કારણે જીવને સદા પુણ્ય–પાપરૂપ કર્મનો આસ્રવ થાય છે.
(૮) સમ્યક્ત્વ સહિત સમિતિ–ગુપ્તિવડે કર્મનો સંવર થાય છે.
(૯) સમ્યક્ત્વ સહિત તપથી નિર્જરા થાય છે.
(૧૦) ૩૪૩ ઘનરાજુપ્રમાણ લોક શાશ્વત, અકૃત્રિમ છે.
(૧૧) રત્નત્રયરૂપ બોધિની પ્રાપ્તિ ભવસમુદ્રમાં અત્યંત દુર્લભ છે.
(૧૨) રત્નત્રયાદિ ધર્મવડે જ જીવનું કલ્યાણ છે.
એ પ્રમાણે, તત્ત્વચિન્તનપૂર્વક તેમણે બાર ભાવનાઓ ભાવી. શુભ ભાવનાઓ
અર્થાત્ પવિત્ર ભાવનાઓને ધારણ કરનારા તે વજ્રનાભિ મુનિરાજ લેશ્યાની અતિશય
વિશુદ્ધિને પામ્યા, અને ઉપશમ શ્રેણીમાં બીજીવાર આરૂઢ થયા. પૃથક્ત્વ–વિતર્ક નામના
શુક્લધ્યાનને