ભાવનાઓના ચિન્તન વડે તે શ્રેષ્ઠ મુનિરાજે ત્રણલોકમાં ક્ષોભ ઉત્પન્ન કરનારી તીર્થંકર
નામની મહાપુણ્યપ્રકૃતિ બાંધી. એવા તે ભાવિ તીર્થંકરને નમસ્કાર હો.
અનેક મહાન ઋદ્ધિઓ તેમને પ્રગટી હતી. પરંતુ ઉત્તમબુદ્ધિમાન તે મુનિરાજને તો
ગૌરવપૂર્ણ એવા એક સિદ્ધપદની જ વાંછા હતી. લૌકિકઋદ્ધિઓની તેમને જરાપણ વાંછા
ન હોવા છતાં અણિમા–મહિમા વગેરે અનેક ઋદ્ધિઓ તેમને પ્રગટી હતી. વગર ઈચ્છાએ
જગતનું હિત કરનારી એવી અનેકવિધ ઔષધિઋદ્ધિ પણ તેમને પ્રગટી હતી, –ખરૂં જ
છે, કલ્પવૃક્ષ ઉપર લાગેલા ફળ કોનો ઉપકાર ન કરે? તે મુનિરાજને જો કે ઘી–દૂધ વગેરે
રસોનો ત્યાગ હતો તોપણ ઘી–દૂધને ઝરાવનારી અનેકવિધ રસઋદ્ધિ તેમને પ્રગટી
હતી;–એ યોગ્ય જ છે, ઈષ્ટ પદાર્થોનો ત્યાગ કરવાથી તેના કરતાં ય અધિક મહાન
ફળની પ્રાપ્તિ થાય છે. બલઋદ્ધિના પ્રભાવથી ગમે તેવા કઠણ ગરમી–ઠંડીના પરિષહોને
પણ તે સહી લેતા હતા, તેમને એવી અક્ષીણઋદ્ધિ પ્રગટી હતી કે, જે દિવસે જે ઘરમાં
તેમણે ભોજન કર્યું હોય તે દિવસે તે ઘરમાં ભોજન અક્ષય થઈ જતું, એટલે ચક્રવર્તીના
સૈન્યને ભોજન કરાવવા છતાં પણ તે ભોજન ખૂટતું નહિ.–એમાં શું આશ્ચર્ય છે!
મુનિઓનું મહાન તપ તો અક્ષય એવા મોક્ષફળને આપે છે.
પછી તેઓ આઠમા ગુણસ્થાને અપૂર્વકરણ કરીને નવમા અનિવૃત્તિકરણ–ગુણસ્થાનને
પામ્યા, ત્યારપછી જ્યાં અત્યંત સૂક્ષ્મ રાગ બાકી રહ્યો છે એવા સૂક્ષ્મસાંપરાય નામના
દશમા ગુણસ્થાને આવ્યા, અને પછી ઉપશાન્તમોહ નામના વીતરાગીગુણસ્થાને આવ્યા.
અહીં અગિયારમાં ગુણસ્થાને મોહકર્મ સંપૂર્ણ ઉપશાન્ત થયું હતું અને અતિશય વિશુદ્ધ
એવું ઔપશમિકચારિત્ર પ્રગટ થયું હતું. અંતર્મુહૂર્ત પછી તે મુનિરાજ ફરીને સ્વસ્થાનરૂપ
સાતમા અપ્રમત્તગુણસ્થાને આવ્યા; એનું ખાસ કારણ એ છે કે અગિયારમાં ગુણસ્થાને
આત્માની સ્વાભાવિક સ્થિતિ અંર્તમુહૂર્ત કરતાં વધુ હોતી જ નથી.
હતું. આ સંન્યાસમાં તપસ્વીપણું રત્નત્રયરૂપી શય્યા પર ઉપવેશ–કરે છે તેથી તેને
‘પ્રાયોપવેશન’