: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
(લેખાંક: ૪૨) (અંક ૨૭૬ થી ચાલુ)
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત સમાધિશતક ઉપર પૂ. કાનજીસ્વામીનાં
અહીં શિષ્ય પૂછે છે કે–પ્રભો! દેહમાં આત્મભાવનાથી જીવ ભવભ્રમણ કરે છે, અને
શુદ્ધાત્મામાં જ આત્મભાવનાથી જીવ મોક્ષ પામે છે–એમ આપે સમજાવ્યું; પરંતુ આત્માને મોક્ષ
પામવા માટે કોઈ બીજા ગુરુ તો જોઈએ ને? તેના ઉત્તરમાં શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે–
नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव च ।
गुरुरात्मात्मनस्तस्मात् नाम्योस्ति परमार्थतः ।।७५।।
આત્મા પોતે જ પોતાને પોતાના અજ્ઞાનવડે જન્મમાં ભમાવે છે, ને પોતાના
ભેદજ્ઞાનવડે મોક્ષ પમાડે છે. આ રીતે પોતાના ભાવવડે પોતે જ પોતાના સંસાર કે મોક્ષને કરે
છે, તેથી પરમાર્થે આત્મા પોતે જ પોતાનો ગુરુ છે, બીજા કોઈ પરમાર્થે ગુરુ નથી.
વ્યવહારમાં ગુરુ–શિષ્યનો સંબંધ છે. જે હિતોપદેશ આપીને આત્માનું કલ્યાણ કરે તે
ગુરુ કહેવાય; પણ ગુરુએ જે હિતોપદેશ આપ્યો તે ઝીલ્યો કોણે? ને તે પ્રમાણે આચરણ કર્યું
કોણે? આત્મા પોતે જ્યારે તે ઉપદેશ ઝીલીને, અને તે પ્રમાણે આચરણ કરીને પોતાનું
કલ્યાણ પ્રગટ કરે, ત્યારે તેનું હિત થાય; આ રીતે આત્મા પોતે જ પોતાના હિતનો કર્તા
હોવાથી પોતે જ પરમાર્થે પોતાનો ગુરુ છે. શ્રી ગુરુએ તો હિતોપદેશ આપ્યો, પણ તે પ્રમાણે
જીવ પોતે સમજે નહિ તો?–તો તેનું હિત થાય નહિ. પોતે સમજે તો જ હિત થાય, ને તો જ
શ્રીગુરુનો ઉપકાર કહેવાય. (સમજ્યા વણ ઉપકાર શો?)
શ્રી ગુરુ તો એવો હિતોપદેશ આપે છે કે ‘અરે જીવ! તું દેહથી પાર ને રાગથી પાર
ચૈતન્યતત્ત્વ છો; ચૈતન્યવીણા વગાડીને તારા આત્માને તું જગાડ; અંતર્મુખ શ્રદ્ધાવડે તારા
ચૈતન્યની વીણાનો ઝણકાર કર...’ શ્રીગુરુનો આવો હિતોપદેશ સાંભળવા છતાં જીવ પોતે
જાગૃત થઈને જ્યાં સુધી આત્માને પહેચાનતો નથી ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. હા,
પાત્ર જીવને દેશનાલબ્ધિમાં જ્ઞાની ગુરુનું નિમિત્ત જરૂર હોય છે, પણ જે જીવ પોતાની
પરિણતિ બદલાવે નહિ તેને શ્રી ગુરુ શું કરે? શ્રી ગુરુ તો ધર્માસ્તિકાયવત્ નિમિત્ત છે; પણ
ભવમાં કે મોક્ષમાં જીવ પોતે જ પોતાને દોરી જાય છે. શ્રીગુરુએ ઉપદેશમાં જેવો શુદ્ધ આત્મા
બતાવ્યો તેવા શુદ્ધઆત્માને પોતે