: ૨૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો. સમાનગુણવાળાના
સંગથી ગુણની રક્ષા થાય છે ને અધિકગુણવાળાના સંગથી ગુણની
વૃદ્ધિ થાય છે. (આ વાત બધા મુમુક્ષુને લાગુ પડે છે.)
(પ) સત્પુરુષની પ્રસન્નતા
શ્રીમદ્ રાજચંદ્રજી જગત કરતાં સત્પુરુષનો વિશેષ મહિમા
બતાવતાં કહે છે કે–
દેવ–દેવીની તુષમાનતાને શું કરીશું?
જગતની તુષમાનતાને શું કરીશું?
તુષમાનતા સત્પુરુષની ઈચ્છો.
(૬) આત્મજ્ઞસંતોની ઉપાસના
જીવે આત્માનું શુદ્ધ એકત્વસ્વરૂપ કદી જાણ્યું નથી, અને
તે એકત્વસ્વરૂપને અનુભવનારા આત્મજ્ઞસન્તની ઉપાસના
કદી કરી નથી. જો આત્મજ્ઞપુરુષને ઓળખીને તેની ઉપાસના
કરે તો પોતાને પણ એકત્વસ્વરૂપની અનુભૂતિ થાય જ.
એકત્વસ્વભાવના અતીન્દ્રિય આનંદના પ્રચુર સંવેદનરૂપ
આત્મવૈભવ જેમને પ્રગટ્યો છે એવા સંતો આત્માનું
એકત્વસ્વરૂપ દેખાડે છે, તેને ઓળખતાં આત્મવૈભવ પ્રગટે છે.
આત્મજ્ઞસંતની ઉપાસના કરે અને આત્મવૈભવ ન પ્રગટે એમ
બને નહિ.
(૭) ગુણની અનુમોદના
ગુણીજનનું અનુમોદન કરનાર આગળ વધે છે; ઈર્ષા
કરનાર અટકી જાય છે.
* ગુણની જેણે ઈર્ષા કરી તેને દોષ વહાલા લાગ્યા,
એટલે તે તો દોષમાં અટકી જશે.
* ગુણની જેણે અનુમોદના કરી તેને ગુણ વહાલા લાગ્યા,
એટલે તે દોષથી પાછો ફરીને ગુણમાં આગળ વધે છે.