Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 46

background image
: ૪૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
• શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં
રહ્યો છે.
• પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ ધ્યાવન આત્મા સત્પુરુષના
ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શક્તો નથી.
શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્યે છૂટકો છે અને આ
વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણી વધારતા રહેશો. પૂર્વનાં
અશુભકર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે
નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી?
આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.
પ્રશસ્તપુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો.
દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણી ચિન્તા આત્માની
રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
નિરૂપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે.
• દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું
કરવું?
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.
જેનું હૃદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે.
મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
• નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું;
સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું.
જે કાંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા
જેવું નથી.–આ અમારો નિશ્ચય છે.
[શ્રીમદ્ રાજચંદ્રજીની શતાબ્દિ નિમિત્તે અહીં તેઓશ્રીનાં એકસો વચનામૃત
આપવાની ભાવના હતી પરંતુ ‘આત્મધર્મ’ ની પૃષ્ઠ સંખ્યા મર્યાદિત હોવાથી
થોડા વચનામૃત આપી શક્્યા છીએ. આ વચનામૃત ‘જન્મશતાબ્દિ–ગ્રંથમાળા’
ના બીજા પુષ્પમાંથી લેવામાં આવ્યાં છે.
]
जयजिनेन्द्र