Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page  


PDF/HTML Page 46 of 46

background image
ATMADHARMA Regd. No. 182
શ્રી જિનબિંબ–પ્રતિષ્ઠામહોત્સવ માટે તેમજ સમ્મેદશિખરજી
તીર્થધામની યાત્રા માટે પૂ. ગુરુદેવના પ્રવાસની રૂપરેખા નીચે મુજબ
વિચારવામાં આવી છે–
* સોનગઢથી કારતક વદ તેરસે અમદાવાદ (ડીસેમ્બર તા. ૧૦ થી
૧૩), ત્યારપછી વડોદરા અને મીંયાગામ થઈને માગશર સુદ પ
થી ૧૧ (તા. ૧૬ થી ૨૩) આઠદિવસ પાલેજ, –ત્યાંના
જિનમંદિરને દશ વર્ષ પૂરા થાય છે. પાલેજથી અમદાવાદ થઈને
પુન: સોનગઢ–માગસર સુદ ૧૩.
* પોષ સુદમાં સોનગઢથી પ્રસ્થાન કરીને, મહાવદ દશમે જયપુર
પહોંચશે. વચ્ચે જસદણમાં વેદીપ્રતિષ્ઠા (પોષ વદ પાંચમથી
આઠમ); મોટા આંકડિઆમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા (પોષ વદ ૯
થી માહ સુદ એકમ) હિંમતનગરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા (માહ
સુદ ૩ થી ૧૧); પછી આબુ રસ્તે થઈ સાયલા (રાજસ્થાન) માં
વેદીપ્રતિષ્ઠા કરી, વચ્ચેના ગામો થઈને જયપુર માહ વદ દશમે
પહોંચશે; ને ફાગણ સુદ બીજ સુધી બિરાજશે. ત્યાં વેદીપ્રતિષ્ઠા
તથા પં. ટોડરમલ્લજી–સ્મારકભવનનું ઉદ્ઘાટન છે. ત્યારબાદ
અલ્વર અને દિલ્હી (ફાગણ સુદ ૪ થી ૭) થઈને, રસ્તાના
ગામો થઈને ફાગણ સુદ તેરસે પરમ તીર્થધામ સમ્મેદશિખરજી
(મધુવન) માં પહોંચશે; ને દશ વર્ષે ફરીને એ શાશ્વત
તીર્થધામની ભક્તિભીની યાત્રા થશે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ: ભાવનગર