પુણ્યપ્રભાવથી વજ્રનાભિની સાથે જ સર્વાર્થસિદ્ધિમાં અહમિન્દ્ર થયા. સર્વાર્થસિદ્ધિમાં
ઊપજેલા તે અહમિન્દ્રો મોક્ષસુખ જેવા સુખનો અનુભવ કરતા થકા, વિષયભોગો વગર
(પ્રવીચાર રહિત) જ દીર્ઘકાળ સુધી પ્રસન્ન રહેતા હતા. તે અહમિન્દ્રોને શુભકર્મના
ઉદયથી જે નિર્બાધ સુખ થાય છે તે પૂર્વોક્ત પ્રવીચારસહિત વિષયભોગોના સુખથી
અનંતગણું હોય છે.
સરાગી જીવોને તે સુખ ક્યાંથી હોય? જેમ શરીરમાં શિથિલતા ને ચિત્તમાં મોહ ઉત્પન્ન
કરનાર જ્વર (તાવ) તો સંતાપરૂપ છે, તે સુખરૂપ નથી; તેમ સ્ત્રી–સેવનરૂપ કામજ્વર
પણ શરીરને શિથિલ કરનાર તે ચિત્તમાં મોહ કરનાર છે, તે તો લાલસા અને સંતાપ
વધવાનું કારણ છે, તે સુખરૂપ નથી. જેમ કડવી દવાનું સેવન રોગી જીવો જ કરે છે,
નીરોગી નહિ, તેમ વિષયોરૂપી કડવી ઔષધિનું સેવન ઈચ્છારૂપી રોગથી દુઃખી
(આકુળ) જીવો જ કરે છે, નિરાકૂળ જીવોને વિષયસેવન હોતું નથી. જ્યારે મનોહર
વિષયોનું સેવન માત્ર તૃષ્ણા વધારનાર જ છે, સંતોષનું કારણ નથી, તો પછી તૃષ્ણારૂપી
જ્વાળાથી સંતપ્ત તે જીવ સુખી કેમ હોઈ શકે? સુખ તો આત્મામાં છે, વિષયોમાં નહિ;
આત્મા પોતાના અનાકુળભાવથી પોતે જ્યાં સુખરૂપ થયો, ત્યાં બાહ્યવિષયો વગર જ
તેને સુખ છે. જેમ,–જે ઔષધિ રોગને દૂર ન કરી શકે તે ખરી ઔષધિ જ નથી, જે જળ
તરસને દૂર ન કરી શકે તે ખરેખર જળ નથી, જે ધન આપત્તિને દૂર ન કરી શકે તે
ખરેખર ધન નથી, તેમ જે વિષયસુખો તૃષ્ણાને મટાડી ન શકે તે ખરેખર સુખ નથી,
એટલે ઈન્દ્રિયવિષયોથી ઊપજેલું સુખ તે ખરેખર સુખ છે જ નહિ. જેમ સ્વસ્થ મનુષ્યને
ઔષધિનું સેવન હોતું નથી તેમ ઈચ્છારહિત સંતોષી જીવને વિષયોનું સેવન હોતું નથી.
જેમ સ્વસ્થ મનુષ્ય ઔષધિસેવન વગર જ સુખી રહે છે તેમ કામેચ્છારહિત સંતોષી
અહમિન્દ્રો વિષયસેવન વગર જ સુખી રહે છે. એ પરમ સ્વાસ્થ્યરૂપ સુખ વિષયોમાં
અનુરાગીને હોતું નથી; કેમકે તે વિષયો