છે, તેમ ઈન્દ્રિયવિષયોના પ્રવાહમાં તણાયેલો જીવ નરકરૂપી ઊંડા ખાડામાં પડીને
દુઃખના ભમ્મરમાં ગોથાં ખાય છે. વિષયોથી ઠગાયેલો જીવ (મૃગજળમાં પાણીના
ભ્રમથી ઠગાયેલા મૃગલાંની માફક) મહા કલેશને પામે છે, વિષયો પાછળ દોડીદોડીને
થાકે છે પણ કિંચિત્ સુખ તેને મળતું નથી. ક્યાંથી મળે? તેમાં સુખ હોય તો મળે ને?
એમાં સુખ છે જ નહિ પછી ક્યાંથી મળે? મનચાહી વસ્તુ કદાચિત મળે તોપણ તેમાં
સુખ નથી, તેને ભોગવવાની ઈચ્છામાં આકુળતારૂપ દુઃખ જ છે. જો જીવ દુઃખી ન હોય
તો વિષયો તરફ તે શા માટે દોડે? વિષયાધીન જીવ રાગદ્વેષ વડે પોતાના આત્માને
દૂષિત કરે છે, ને છૂટવા કઠણ પડે એવા કર્મોને બાંધે છે; તે કર્મોથી પરલોકમાં પણ તે
અત્યંત દુઃખી થાય છે. આ રીતે વિષયાધીન જીવને દુઃખનું ચક્ર ચાલ્યા જ કરે છે. આ
સમસ્ત અનર્થની પરંપરા વિષયોથી જ ઉત્પન્ન થાય છે એમ સમજીને વિષયોની પ્રીતિ
છોડી દેવી જોઈએ, ને આત્માધીન અતીન્દ્રિયસુખની શ્રદ્ધા કરીને ઉત્સાહપૂર્વક તેનો પ્રેમ
કરવો જોઈએ.
જ સાચું સુખ છે –એમ સિદ્ધ કરીને, શ્રી ગૌતમસ્વામી શ્રેણિકરાજાને કહે છે કે હે
મગધપતિ! તું નક્કી કર કે અહમિન્દ્રદેવોનું જે વિષયરહિત દિવ્યસુખ છે તે વિષયજન્ય
સુખથી ઘણું અધિક છે.
ઉત્પન્ન (આત્માશ્રિત) છે અને અનુપમ છે. સ્વર્ગના તેમજ મનુષ્યોના ત્રણકાળના
સુખને એકઠા કરવામાં આવે તોપણ, સિદ્ધપ્રભુના એક ક્ષણનાય સુખની બરાબરી તે કરી
શકતા નથી. એ સિદ્ધભગવંતોનું સુખ પોતાના આત્માથી જ ઉત્પન્ન છે, બાધા વગરનું
છે, કર્મોના ક્ષયથી થયેલું છે, પરમ આહ્લાદરૂપ છે, ઉપમા વગરનું છે અને સૌથી શ્રેષ્ઠ છે.
સર્વ પરિગ્રહથી રહિત, શાંત અને ઉત્કંઠાથી રહિત એવા સિદ્ધભગવંતો પણ જો સુખી છે,
તો સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્રોને પણ બાહ્યસામગ્રી વગરનું સુખ સિદ્ધ થઈ જાય છે.
સિદ્ધભગવંતો જેમ બાહ્યસામગ્રી વગર જ સંપૂર્ણ સુખી છે, તેમ વિષયરહિત એવા
સર્વાર્થસિદ્ધિના દેવો પણ બીજા (વિષયલીન) જીવો કરતાં વધુ સુખી છે.