૨૭૮
આત્માર્થી હોય તે તો પોતાની પ્રભુતા સાંભળતાં
ઉલ્લસી જાય કે વાહ! મારા ચૈતન્યની પ્રભુતામાં
વિકલ્પને અવકાશ જ ક્યાં છે? વિકલ્પ તરફનો ઉત્સાહ
તૂટીને સ્વભાવ તરફ તેનું વીર્ય ઊછળે છે; પ્રભુતા
તરફના પુરુષાર્થનો ઉત્સાહ પ્રગટ કરીને તે વિકલ્પથી
િભન્ન ચૈતન્યતત્ત્વને અનુભવે છે, ચૈતન્યમાં ઊંડો.ઊંડો
ઊતરીને અતીન્દ્રિય – સુખનો તાગ લ્યે છે. જેમ પુત્રને
દેખતાં અતિશય હેતને લીધે તેની માતાને દૂધની ધારા
છૂટે, તેમ પોતાની પ્રભુતાનો જેને પૂરો પ્રેમ છે તેને તેની
વાત સાંભળતાં હેત ઊભરાય છે ને અંતરમાંથી ચૈતન્યના
આનંદરસની ધારા છૂટે છે, રોમરોમ ઉલ્લસે છે એટલે કે
સર્વે ગુણોમાં પ્રદેશેપ્રદેશે અનુભવરસની ધારા ઉલ્લસે છે.
૨