: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
ગતાંકના પ્રશ્નોના જવાબ
(૧) કરનેવાલા કોઈકા નહીં,
દેખનેવાલા સબકા.
દેહમેં રહતા, દેહ નહીં.
દરિયા હૈ આનંદકા...
અઢી અક્ષરકા નામ હૈ,
પણ અનંતગુણકા ધામ હૈ.
(આત્મા)
(૨) એક ભગવાન એવા,
કે ભારે જોવા જેવા!
ચાર અક્ષરનું નામ છે.
યાત્રાનું એ ધામ છે.
એનો પહેલો અક્ષર આપણને બહુ ગમે;
છેલ્લા ત્રણ અક્ષરમાં એક મોટું શહેર વસે.
(બાહુબલી)
(૩) ‘અનંત’ માં જે વસે છે,
અનંતગુણનો પિંડ છે,
અયોધ્યામાં જન્મ્યા છે,
પાલેજમાં બિરાજે છે,
પાંચ અક્ષરનું નામ છે,
ને ચૌદ નંબરના દેવ છે.
(અનંતનાથ)
(૪) આ વર્ષે ફાગણ સુદ ચૌદશે ગુરુદેવ
ક્યાં વિચરતા હશે?
(સમ્મેદશિખર તીર્થધામમાં)
નવા પ્રશ્નો
પ્રઃ૧ જીવ અને શરીર એ બેમાં શું ફેર?
પ્રઃ૨ શરીરની ક્રિયા તે જીવ છે કે
અજીવ?
પ્રઃ૩ જીવનો ધર્મ જીવની ક્રિયા વડે
થાય, કે અજીવની ક્રિયા વડે?
આ ત્રણ પ્રશ્નો છે તો સાવ
સહેલા, પણ જીવ અને અજીવનું
ભેદજ્ઞાન કરવા માટે તે ખાસ
ઉપયોગી છે, માટે બરાબર
સમજજો.
પ્રઃ૪ એક મોટા પંડિત જયપુરમાં થયા
તેમની સ્મૃતિમાં એક સભામંડપ
(હોલ) ત્યાં બન્યો છે, ને તેના
ઉદ્ઘાટન–પ્રસંગે ગુરુદેવ જયપુર
પધારવાના છે. –તો જયપુરના એ
મોટા પંડિત કોણ? અને તેમણે
બનાવેલું એક ધર્મશાસ્ત્ર ખૂબ
પ્રસિદ્ધ છે–તે કયું?
જવાબ પાંચમી તારીખ સુધીમાં, જેમ બને
તેમ વેલાસર લખશો.
આત્મધર્મ બાલવિભાગ