: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : પ :
સર્વજ્ઞે જોયેલો પરમાર્થ જીવ કેવો છે?
[વિકારને આત્મસ્વભાવ માનનારો સર્વજ્ઞને જાણતો નથી.]
અહો, આચાર્યભગવાને ભેદજ્ઞાનની
કોઈ અપૂર્વ વાત સમજાવી છે. સર્વજ્ઞની
સાક્ષીથી ને પોતાના સ્વાનુભવની નિઃશંકતાથી
ચેતનની ને રાગની અત્યંત ભિન્નતા યુક્તિ
વડે સમજાવી છે. અરે, એક વાર ‘યાહોમ’
કરીને ચૈતન્યસ્વભાવમાં ઝંપલાવ. સર્વથા
રાગ વગરનો ચૈતન્યસ્વભાવ, એ તે શું રાગ
સામે જોયે અનુભવમાં આવતો હશે? છોડ
એની દ્રષ્ટિ, મૂક તારું માન, ને ઝંપલાવ
ચૈતન્ય દરિયામાં!
[સમયસાર ગાથા ૪૪ ઉપરના પ્રવચનમાંથી]
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે અચેતનસ્વરૂપ નથી, રાગાદિસ્વરૂપ નથી,–આવા
આત્માનો જેણે અનુભવ કર્યો તેને મોક્ષમાર્ગ થયો.
જે જીવો આવા આત્માને અનુભવતા નથી ને માત્ર શુભરાગમાં ધર્મ માનીને
અટકી ગયા છે તેવા જીવો મોક્ષને સાધવામાં નામર્દ છે, પુરુષાર્થ વગરના છે; મોહને
મારવાની શક્તિ તેનામાં નથી.
ભગવાન સર્વજ્ઞદેવે આત્માને તો પરમ ચૈતન્યમય કહ્યો છે, ને સમસ્ત રાગાદિ
અન્ય ભાવોને ચૈતન્યથી ભિન્ન કહ્યા છે, એટલે અચેતન કહ્યા છે, ને અચેતન હોવાથી
તે પુદ્ગલમય કહ્યા છે, પણ જીવના સ્વભાવમય તે નથી.–ધર્મી જીવ આવા આત્માને જાણે