Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 37

background image
: ૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
દેહની ક્રિયા તો જડ છે. મરવા ટાણે બોલવા માંગે પણ બોલી ન શકે;–એ તો
ક્યાં જીવને આધીન છે! તારો ઉપયોગ તારે આધીન છે, પણ જડની–ઈન્દ્રિયોની ક્રિયા
તારે આધીન નથી.
અરે ભાઈ, તું તો વીરનો પુત્ર! વીર–માર્ગનો તું અફરગામી! અને પરભાવના કે
આત્માનો સ્વાદ તો અચલિત વિજ્ઞાનઘનરૂપ છે. પુદ્ગલનો સ્વાદ (ખાટો–
મીઠો) તે તો જડ છે, ને રાગના સ્વાદમાં આકુળતા છે, તે કષાયેલો–કષાયવાળો સ્વાદ
છે,–તે બંને સ્વાદથી જુદો પરમ શાંતરસરૂપ વિજ્ઞાનઘન સ્વાદ તે તારો સ્વાદ છે.
સ્વાનુભવમાં જ્ઞાનીને આવા ચૈતન્યસ્વાદનું વેદન થયું છે.
જેને પોતાના ચૈતન્યના શાંતરસની ખબર નથી, તેનો સ્વાદ ચાખ્યો નથી, તે
જીવ અજ્ઞાનથી શુભ–અશુભભાવોના સ્વાદને પોતાનો–આત્માનો સ્વાદ સમજે છે, ને
તેથી તે વિકારીભાવોનો તે કર્તા થાય છે. અરે, તારા ચૈતન્યપૂરનો એકરૂપ પ્રવાહ, તેને
ઈન્દ્રિયરૂપી પૂલના નાળાં વડે રોકીને તું ખંડખંડ કરી નાખે છે ને રાગ સાથે ભેળસેળ
કરીને ભિન્ન ચૈતન્યસ્વભાવને તું ભૂલી રહ્યો છે. બાપુ! તારા સ્વાદમાં તો આનંદ હોય?
કે આકુળતા હોય? ચૈતન્યખેતરમાં તો આનંદનાં અમૃત પાકે, કે વિકારનાં ઝેર પાકે? એ
ઝેરીપરિણામોમાં અમૃતસ્વરૂપ આત્મા કેમ વ્યાપે? આનંદસ્વરૂપ આત્માનું વ્યાપ્ય
(રહેવાનું સ્થાન) તે ઝેરરૂપ કેમ હોય? ભાઈ! તારું વ્યાપ્ય એટલે તારું રહેવાનું ધામ
તો તારા ચૈતન્યપરિણામમાં છે, આનંદથી ભરેલા વિજ્ઞાનમય નિર્મળભાવમાં તું રહેનારો
(વ્યાપક) છો, તે જ તારું રહેવાનું ધામ છે. આવા ધામમાં આત્માને રાખવો તેમાં તેની
રક્ષા છે; ને વિકારવડે તેની હિંસા થાય છે. બાપુ! વિકારના કર્તૃત્વ વડે તારા આત્માને તું
ન હણ...તારા ચૈતન્યસ્વાદને ખંડિત ન કર. વિકારથી ભિન્ન ચૈતન્યસ્વાદને અખંડ
રાખીને તેને અનુભવમાં લે.
*
(जयजिनेन्द्र)