Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 37

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
ઉદાસ લાગે છે. આ પ્રવૃત્તિના પરિણામોથી હવે હું થાક્યો છું. હવે તો આનંદસ્વરૂપમાં
રમણતા કરવાની ધૂન જાગી છે. મુનિ થઈશ ને આત્માને સાધીને કેવળજ્ઞાન પામીશ.–
માટે આનંદથી રજા આપ!
ત્યારે માતા પણ પછી તો આનંદથી રજા આપે છે કે બેટા, जहा सुखं–તારા
સુખના માર્ગની આડે હું નહિ આવું! તને સુખ ઉપજે તેમ કર...ક્યાંય પ્રતિબદ્ધ ન
પામીશ. જે તારો માર્ગ છે તે જ માર્ગે અમારે પણ આવ્યે છૂટકો છે.
પછી તે રાજકુમાર મુનિ થઈ સ્મશાન વગેરેમાં એકલો જઈને આત્માનું ધ્યાન
કરે! મરણ થતાં આ શરીરને બીજા લોકો ઉપાડીને સ્મશાનમાં લઈ જાય છે, તેને બદલે
હું જાતે દેહનું મમત્વ છોડી, સ્મશાનમાં જીવતો જઈને મારા ચૈતન્યહંસલાને સાધું. આ
દેહની તો આજે આંખ ને કાલે રાખ! એવા બનાવો નજરે દેખાય છે. અરે, આવા
અવસરે આત્માને નહિ સાધ તો હે જીવ! ક્યારે આત્માને સાધીશ?
આ દેહ તો જડ છે; તારા અનંત ગુણો તો તારા ચૈતન્યધામમાં ભર્યા છે–
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આપણો, નિર્મળ કરો સપ્રેમ...રે...
ચૈતન્યપ્રભુ! પ્રભુતા તમારી ચૈતન્યધામમાં...
ભગવાન કેવળીપ્રભુએ દિવ્યધ્વનિમાં એમ કહ્યું છે કે હે જીવ! તારા ચેતનધામમાં
તારા અનંત ગુણો ભર્યા છે; તેનો નિર્મળ પ્રેમ તું પ્રગટ કર...તારા પરિણામને અંતર્મુખ
કરીને અનંતગુણના ધામને તારામાં દેખ. અરે, જે ચૈતન્યની વાર્તા સાંભળતાં પણ હર્ષ
ઊછળે, તેના સાક્ષાત્ અનુભવના આનંદની તો શી વાત!!
ભાઈ, કરવા જેવું હોય તો આવા આત્માના અનુભવનું કાર્ય જ કરવા જેવું છે;
એની જ હોંશ ને ઉત્સાહ કરવા જેવું છે. બાકી બહારના બીજા કાર્યોની કે ઈન્દ્રિય સંબંધી
ઉઘાડની હોંશ કરવા જેવી નથી. જેમાં ચૈતન્યના ઉપયોગની જાગૃતિ હણાય તે ભાવમરણ
છે. એક દેહ છોડીને બીજા દેહમાં જતાં વચ્ચે જીવને ઉપયોગની જાગૃતિ રહેતી નથી તેથી
ખરેખર તેને મરણ કહ્યું છે. રસ્તામાં જીવના ઉપયોગની જે સંખ્યા ગણાવી છે તે તો તે
પ્રકારના ઉઘાડની શક્તિ છે તે અપેક્ષાએ કહ્યું છે, પણ ત્યાં લબ્ધરૂપ ઉઘાડ છે,
ઉપયોગરૂપ નથી. ત્યાં ઉપયોગનો અભાવ થઈ જાય છે તેથી મરણ કહ્યું.