: ૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
ચત ચત જીવ ચત!
વિકારી સંસારથી વિરક્ત થઈને ચૈતન્યના આનંદનો સ્વાદ લે
[વૈરાગ્યપ્રેરક પ્રવચન : કારતક સુદ ૧૪]
આત્મા જ્ઞાનસ્વભાવી છે; તે જ્ઞાનસ્વભાવને જાણનાર જ્ઞાની તો જ્ઞાનભાવને જ
કરે છે; રાગાદિ અન્ય ભાવોને પોતાના સ્વભાવપણે તે કરતો નથી. અજ્ઞાની પણ
અજ્ઞાનભાવવડે પોતાના શુભ–અશુભ ભાવનો કર્તા થાય, પણ પોતાથી ભિન્ન એવા
પરદ્રવ્યના કોઈ કાર્યનો કર્તા તે થઈ શકે નહિ. શુભાશુભ–રાગકાર્યનું કર્તૃત્વ તે અધર્મ,
અને વીતરાગી જ્ઞાનભાવનું કર્તૃત્વ તે ધર્મ; ચોથા ગુણસ્થાનથી જ જ્ઞાનીને જ્ઞાનભાવનું
જ કર્તૃત્વ છે ને રાગાદિ અન્યભાવોનું કર્તૃત્વ છૂટી ગયું છે.
અરે જીવ! દેહથી ભિન્ન તારા ચૈતન્યની સંભાળ તેં કદી કરી નથી. આ દેહ તો
રજકણનું ઢીંગલું છે; એનાં રજકણો તો રેતીની જેમ જ્યાંત્યાં વીંખાઈ જશે.–
રજકણ તારા રખડશે જેમ રખડતી રેત;
પછી નર ભવ પામીશ ક્યાં? ચેત ચેત નર ચેત!
રે જીવ! તું ચેતીને જાગૃત થા. આત્માને જાણનારા આઠ આઠ વર્ષના રાજકુમારો
તે સંસારથી વૈરાગ્ય પામીને માતા પાસે જઈને કહે છે કે હે માતા! રજા આપ...‘અલખ
જગાવું જંગલમાં એકલો!’ જંગલમાં જઈ મુનિ થઈ આત્મધ્યાનમાં મસ્ત બનું!
માતા કહે છે–અરે બેટા! તું તો હજી નાનો છોને! હજી આઠ જ વર્ષની તારી
ઉમર છે ને!
ત્યારે પુત્ર કહે છે–માતા! દેહ નાનો છે, પણ એટલું તો હું જાણું છું કે આ દેહ તો
સંયોગી ચીજ છે, તે હું નથી, હું તો અવિનાશી ચૈતન્ય છું.–એવા ચૈતન્યના આનંદનું
સ્વસંવેદન કરીને તે આનંદને સાધવા હું જાઉં છું. માટે હે માતા! તું મને રજા આપ. આ
અસાર સંસારમાં મને ક્યાંય હવે ચેન પડતું નથી. આ રાજમહેલ હવે