: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા માગશર
વર્ષ : ૨૪, અંક : ૨
મુમુક્ષુને સ્વતત્ત્વને દેખવાની શૂરવીરતા ચડી જાય–એવો
અદ્ભુત મહિમા સંભળાવતાં ગુરુદેવ વારંવાર કહે છે કે–
સ્વતત્ત્વના અવલોકનથી આનંદનો અનુભવ થાય છે. પોતે
પોતાને દેખવામાં જે મહાન આનંદ છે, તેની જગતને કલ્પના પણ
નથી, ને બાહ્ય વસ્તુને જોવામાં આનંદ માને છે, પણ ત્યાં તો
આકુળતાનું દુઃખ છે. સુખનું ધામ તો સ્વમાં છે, તેના અવલોકનથી જ
આનંદ છે.
રે જીવ! એક વાર સ્વતત્ત્વને તો દેખ. બહારમાં મરણ જેટલી
પ્રતિકૂળતા આવે તો ય તેની દરકાર છોડીને તારા સ્વતત્ત્વને અંદરમાં
દેખ. સ્વતત્ત્વને દેખતાં નિજાનંદની મસ્તીમાં તું એવો મસ્ત થઈ જઈશ
કે જગતમાં બહારની કાંઈ મહત્તા તને નહિ રહે. બધા રસ છૂટીને
ચૈતન્યના શાંતરસમાં જ તને મગ્નતા થશે. ચૈતન્ય–આરામમાં,
આનંદના બાગમાં તું કેલિ કરીશ. શૂરવીર થઈને સ્વતત્ત્વને દેખ.