પરમાર્થ સ્વભાવને ધ્યેય નથી બનાવ્યું; તેથી પરમાર્થ સ્વભાવને તો તે આદરતો નથી,
તેમાં તો તે ઉદ્યમી થતો નથી ને રાગનો આદર કરીને તેમાં જ ઉદ્યમી રહે છે–તેમાં જ તત્પર
રહે છે. જ્ઞાનીની દ્રષ્ટિનું ધ્યેય પલટી ગયું છે, રાગ હોય છતાં તેનું ધ્યેય ચિદાનંદ સ્વભાવ
તરફ વળી ગયું છે, તેમાં જ તે તત્પર છે, તેનો જ ઉદ્યમી છે, રાગને તે હેય જાણે છે, તેમાં
તે અતત્પર છે. જુઓ, આમાં રુચિનું વલણ કઈ બાજુ ઢળે છે તેની વાત છે. આત્માના
સ્વભાવ તરફ રુચિનું વલણ છે કે રાગ તરફ રુચિનું વલણ છે તેના ઉપર ધર્મી–અધર્મીનું
માપ છે. અહો, આવી સરસ ચોકખી હિતની વાત કરી હોવા છતાં, તે સાંભળીને મૂઢ જીવો
કહે છે કે “અરે, તમે વ્યવહાર ઉડાડો છો. વ્યવહારથી ધર્મ નથી મનાવતા માટે તમે
વ્યવહારને ઊડાડો છો!” –અરે શું થાય? અત્યારે કાળ જ એવો છે. આગળના ધર્મકાળમાં
તો ધર્માત્મા પર જ્યાં સંકટ પડે ત્યાં દેવો ઘણીવાર સહાય કરવા આવતા ને ધર્મનો વિરોધ
કરનારને દંડ દેતા; પણ અત્યારે તો કોઈ પૂછનાર નથી; ઊલટા ‘ચોર કોટવાળને દંડે’
એવી સ્થિતિ થઈ પડી છે. છતાં જે સત્ય છે તે તો સત્ય જ રહેશે, સત્ય કાંઈ ફરવાનું નથી.
લોકોને ન બેસે ને ઘણા વિરોધ કરે તેથી કાંઈ સત્યનું સ્વરૂપ બદલવાનું નથી. માટે જેણે
સત્ય સમજીને આત્માનું હિત કરવું હોય તેણે આ વાત માન્યે જ છૂટકો છે.
છે, તથા જે જીવ રાગાદિમાં ધર્મ માનીને તેમાં જ તત્પર છે તે અજ્ઞાની જીવ રાગમાં જ
તત્પર છે, તે રાગમાં જ જાગે છે એટલે કે રાગને જ આરાધે છે, પણ રાગરહિત ચિદાનંદ
સ્વભાવને તે આરાધતો નથી, તેમાં તો તે ઊંઘે છે.
જેને રાગાદિ વ્યવહારમાં તત્પરતા–આદરબુદ્ધિ છે તેને આત્માના ચૈતન્યસ્વભાવમાં
તત્પરતા–આદરબુદ્ધિ નથી. ચૈતન્યસ્વભાવ અને રાગ એ બંને એકબીજાથી વિરુદ્ધ છે,
એટલે તે બંનેની રુચિ કે આદરબુદ્ધિ એક સાથે રહી શકતી નથી. ચૈતન્ય સ્વભાવની
સન્મુખ જેની પરિણતિ છે એવો સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા રાગાદિ લૌકિક વ્યવહારમાં ઉદાસીન
રહે છે–તેમાં આદરબુદ્ધિ કરતો નથી. તે રાગમાં ધર્મ માનીને તેમાં