: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
(લેખાંક ૪પ)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
દેહ અને આત્માને ભિન્ન નહિ જાણનારો અજ્ઞાની દેહમાં આત્મબુદ્ધિને લીધે
મરણથી ભયભીત રહે છે ને અસમાધિપણે મરે છે. જ્ઞાની તો દેહને પોતાથી અત્યંત ભિન્ન
જાણે છે તેથી તેને મૃત્યુનો ભય નથી, તેને તો મરણ ટાણેય સમાધિ જ છે. –એમ અજ્ઞાની
તથા જ્ઞાનીના ભિન્ન ભિન્ન પરિણામની વાત કરી.
હવે ૭૮ મી ગાથામાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે મૂળભૂત તફાવત બતાવતાં સરસ
વાત કરે છે કે–જે જીવ વ્યવહારમાં અનાદરવાન છે એટલે કે વ્યવહારનો–રાગાદિનો આદર
કરતો નથી તે જ આત્મબોધને પામે છે, અને જે જીવ વ્યવહારમાં આસક્ત છે–તેનો આદર
કરે છે તે જીવ આત્મબોધને પામતો નથી.–
व्यवहारे सुषुप्तो यः स जागर्त्यात्मगोचरे।
जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्ताश्चात्मगोचरे
જે જીવો વ્યવહારમાં સૂતેલા છે એટલે કે વ્યવહારનો આદર કરતા નથી તેઓ
આત્માના ઉદ્યમમાં જાગૃત છે. અને જેઓ વ્યવહારમાં જાગૃત છે–તેનો જ આદર કરે છે તે
આત્માના ઉદ્યમમાં ઊંઘે છે એટલે કે આત્માના પ્રયત્નમાં તે તત્પર નથી.
મોક્ષપ્રાભૃતની ૩૧મી ગાથામાં પણ કુંદકુંદાચાર્યદેવે આ વાત કરી છે. જ્ઞાનીને રાગ
તો હોય–પણ તે રાગમાં તે તત્પર નથી, તત્પરતા તો જ્ઞાનસ્વભાવમાં જ છે. જેને રાગમાં
તત્પરતા છે–રાગથી લાભ માને છે તે જીવો આત્મસ્વભાવના પ્રયત્નમાં અનુદ્યમી છે.
અજ્ઞાનીઓ કહે છે કે વ્યવહાર કરતાં કરતાં પરમાર્થ પમાશે...અહીં સંતો સ્પષ્ટ કહે છે કે
જેઓ વ્યવહારમાં જાગૃત છે–તત્પર છે તેઓ પરમાર્થમાં ઊંઘતા છે, એટલે કે તેઓ
પરમાર્થને પામતા નથી.
વ્યવહારના વિકલ્પવડે–રાગવડે પરમાથર્