Atmadharma magazine - Ank 279
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 41

background image
૨૭૯
ભૂતાર્થ સ્વભાવથી વિમુખ પરિણામ તે સંસાર.
ભૂતાર્થ સ્વભાવની સન્મુખ પરિણામ તે મોક્ષમાર્ગ.
ભૂતાર્થરૂપ આત્મસ્વભાવને નહિ જાણનારા જીવોને
તેનું સ્વરૂપ સમજાવવા આચાર્યભગવંતો વ્યવહારદ્વારા તે
પરમાર્થનો ઉપદેશ આપે છે. પણ તેનો આશય સમજીને જે
પરમાર્થસ્વભાવની સન્મુખ થાય તે જ પરમાર્થને સમજે છે, ને
તેને જ સાચી દેશના પરિણમે છે એટલે કે મોક્ષમાર્ગ થાય છે.
પણ જે જીવ વ્યવહારઉપદેશને જ પરમાર્થ માનીને તે
વ્યવહારમાં જ અટકી જાય છે તે જીવ પરમાર્થસ્વરૂપને સમજી
શકતો નથી, એટલે દેશનાનો જે આશય હતો (–પરમાર્થ–
સ્વરૂપની સન્મુખ થવાનો–) –તેને તે સમજ્યો નથી; તેથી
તેના પરિણામ પરમાર્થસ્વરૂપથી વિમુખ જ રહ્યા;
પરમાર્થસ્વરૂપથી વિમુખ પરિણામ તે સંસાર જ છે.
(પુરુષાર્થ સિદ્ધિઉપાયના પ્રવચનમાંથી)
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ પોષ (લવાજમ : ત્રણ રૂપિયા) વર્ષ ૨૪ : અંક ૩