ધરાવે છે,–એટલે તો પ્રસિદ્ધ છે કે ‘સાચું સગપણ સાધર્મીતણું.’
એની તુલનામાં આવે એવો કોઈ સંબંધ હોય તો તે એક જ છે–ગુરુ
અને શિષ્યનો; –પરંતુ ગુરુ–શિષ્યનો આ સંબંધ પણ અંતે તો
સાધર્મીના સગપણમાં જ સમાય છે, કેમકે એક જ ધર્મને
માનનારાઓમાં જે મોટા તે ગુરુ, ને નાનો તે શિષ્ય. એટલે ‘સાચું
સગપણ સાધર્મીતણું’–એની સૌથી ઉત્કૃષ્ટતા છે.
જિનશાસનની છાયામાં રહેનારા, ને એક જ દેવ ગુરુ ધર્મને
ઉપાસનારાઓમાં ધાર્મિકભાવના વડે પરસ્પર જે બંધુત્વનું નિર્દોષ
વાત્સલ્ય વર્તતું હોય છે, અને ‘આ મારો સાધર્મી ભાઈ–બહેન કે
માતા છે’ એવું કહેતાં એના અંતરમાં જે નિર્દોષ ભાવના અને ધાર્મિક
ગૌરવ વર્તે છે–તેની તુલના જગતનો એકેય સંબંધ કરી શકે
તેમ નથી.
સંબંધથી માત્ર ધાર્મિકભાવનાની પુષ્ટિ સિવાય બીજી કોઈ આશા કે
અભિલાષા હોતી નથી. મને જે ધર્મ વહાલો લાગ્યો તે જ ધર્મ મારા
સાધર્મીને વહાલો લાગ્યો, એટલે તેણે મારી ધર્મભાવનાને પુષ્ટ
કરી...ને એની ધર્મભાવનાને હું પુષ્ટ કરું. –આમ અરસ્પરસ
ધર્મપુષ્ટિની નિર્દોષ ભાવના વડે શોભતું ધર્મવાત્સલ્ય જગતમાં
જયવંત હો.
લેખ અહીં રજુ થાય છે. સમસ્ત સાધર્મી બંધુઓ પણ આ સંબંધમાં
પોતાના ઉત્તમ વિચારો લખી મોકલે એવું હાર્દિક નિમંત્રણ છે.
વાત્સલ્યપોષક ઉત્તમ વિચારો અહીં રજુ થતા રહેશે.)