: ૧૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
ઋષભદેવ––ગર્ભકલ્યાણક
હવે છ મહિના પછી ભગવાન ઋષભદેવ સ્વર્ગમાંથી ચ્યવીને આ અયોધ્યાપુરીમાં
અવતરશે, એમ જાણીને દેવોએ ઘણા આદરપૂર્વક આકાશમાંથી રત્નવર્ષા શરૂ કરી. જાણે
કે ઋષભદેવના આગમન પહેલાં જ તેમની સમ્પદા આવી ગઈ હોય–એવી સુશોભિત
કરોડો રત્નોની તથા સુવર્ણની વૃષ્ટિ રોજરોજ થતી હતી. તીર્થંકરોનો એવો જ કોઈ
આશ્ચર્યકારી મહાન પ્રભાવ છે. પંદર મહિના સુધી એ રત્નવૃષ્ટિ ચાલુ રહી. એ
ગર્ભાવતરણ–ઉત્સવ વખતે આખા લોકમાં હર્ષકારી ક્ષોભ ફેલાઈ ગયો હતો. માતા
મરૂદેવી રજસ્વલા થયા વગર પુત્રવતી થઈ હતી.
એક મંગલદિવસે રાત્રિના પાછલા પહોરમાં મરૂદેવીમાતાએ તીર્થંકરદેવના
જન્મને સૂચિત કરનારા તથા ઉત્તમ ફળ દેનારા ૧૬ મંગલ સ્વપ્નો દેખ્યા, તથા
સુવર્ણસમાન એક ઉત્તમ વૃષભ (બળદ) પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો.
પ્રભાત થયું; રાજમહેલમાં મંગલ વાજાં વાગવા માંડયા, ને સેવિકાઓ મંગલ
ગીત ગાવા લાગી કે–‘હે માતા! જાગો; આપનો જાગવાનો સમય થયો છે.
પંચપરમેષ્ઠીના ધ્યાનનો આ સમય છે; પંચપરમેષ્ઠીના ધ્યાનવડે તમારું પ્રભાત સદા
મંગલમય હો, તમે સેંકડો કલ્યાણને પ્રાપ્ત હો, અને જેમ પૂર્વ દિશા ઝગઝગતા
સૂર્યને જન્મ આપે છે તેમ તેમ જગતના પ્રકાશક એવા ત્રિલોકદિપક તીર્થંકરપુત્રને
ઉત્પન્ન કરો.’
આવા મંગલપૂર્વક મરૂદેવીમાતા જાગ્યા; ઉત્તમ શુભ સ્વપ્નો દેખવાથી તેમને
અતિશય આનંદ થઈ રહ્યો હતો, અને આખુંય જગત અતિશય પ્રમોદભરેલું લાગતું હતું.
ત્યારબાદ રાજમહેલમાં જઈને નાભિ–મહારાજાને પોતાના મંગલ–સ્વપ્નોની વાત
કરી: હે દેવ! મેં આજે રાત્રે પાછલા પહોરે આશ્ચર્યકારી ફળ દેનારા ૧૬ સ્વપ્નો જોયા છે,
તેનું ફળ શું છે? તે આપના શ્રીમુખથી સાંભળવાની મારી ઈચ્છા છે.
ત્યારે નાભિરાય–મહારાજાએ અવધિજ્ઞાનવડે તે સ્વપ્નોનું ઉત્તમ ફળ જાણ્યું અને
કહેવા લાગ્યા કે હે દેવી, સાંભળો! આ ભરતક્ષેત્રના પ્રથમ તીર્થંકરદેવનો આત્મા
સ્વર્ગમાંથી તમારી કુંખે અવતર્યો છે, તેથી તમે ‘રત્નકુંખધારિણી’ બન્યા છો. આપે
જોયેલા મંગલ સ્વપ્નો એમ સૂચવે છે કે આપનો પુત્ર મહાન ગુણસમ્પન થશે. તે આ પ્રમાણે–