: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
ભગવન ઋષભદવ
તેમના દશઅવતારની આનંદકારી કથા
ભગવત્જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે
૦ બ્ર. હરિલાલ જૈન
[લેખાંક નવમો]
અયોધ્યામાં ઋષભ–અવતાર
આ જંબુદ્વીપમાં દક્ષિણે ભરતક્ષેત્ર છે; તેમાં વચ્ચે વિજયાર્દ્ધપર્વત છે; તે પર્વતની
દક્ષિણે વચમાં આર્યખંડ છે. તેમાં ત્રીજા આરાના પાછલા ભાગમાં, જ્યારે ભોગભૂમિ
મટીને કર્મભૂમિની વ્યવસ્થા થવા માંડી ત્યારે, પ્રજાનું પાલન કરનાર છેલ્લા (૧૪મા)
કુલકર नाभिराजा થયા. તેમને मरुदेवी નામની રાણી હતી, તે રૂપ–ગુણમાં ઈન્દ્રાણી
સમાન હતી; જગતની ઉત્તમ અને મંગલ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ હતી, ગુણરત્નોની ખાણ હતી,
પવિત્ર સરસ્વતી દેવી હતી, અને વગર ભણ્યે પંડિતા હતી, ઈન્દ્રદ્વારા પ્રેરિત ઉત્તમ દેવોએ
મહાન વિભૂતિ સહિત તે મરુદેવીનો વિવાહોત્સવ કર્યો હતો. નાભિરાજા અને મરુદેવી
ઈન્દ્ર–ઈન્દ્રાણી સમાન શોભતા હતા. સંસારમાં તેઓ સૌથી અધિક પુણ્યવાન હતા, કેમકે
સ્વયંભૂ ભગવાન ઋષભદેવ જેમના પુત્ર થશે તેમના સમાન બીજું કોણ હોઈ શકે?
આવા મરુદેવી અને નાભિરાજા જે ભૂમિમાં રહેતા હતા તે ભૂમિમાં જ્યારે
કલ્પવૃક્ષોનો અભાવ થયો ત્યારે તેમના પુણ્યપ્રતાપે ઈન્દ્રે ત્યાં એક સુંદર નગરીની રચના
કરી. દેવોએ રચેલી એ નગરીની અદ્ભુત શોભાની શી વાત! એ નગરીનું નામ
અયોધ્યા. કોઈ શત્રુ તેની સામે યુદ્ધ કરી શકતા નહિ તેથી તે ખરેખર ‘अयोध्या’ હતી.
[अरिभिः यौद्धं न शक्या–अयोध्या] તે નગરીનાં બીજાં નામો સાકેતપુરી, સુકોશલા
તથા વિનિતા હતાં. તે અયોધ્યાનગરીની વચ્ચે દેવોએ સુવર્ણનો રાજમહેલ બનાવ્યો; ને
ઉત્તમ મુહૂર્તે તે નગરીનું વાસ્તુ કરીને તેમાં નાભિરાજા–મરુદેવી વગેરેને આનંદપૂર્વક
વસાવ્યા. ‘આ બંનેને ત્યાં સર્વજ્ઞ–ઋષભદેવ પુત્ર તરીકે અવતરશે’ એમ વિચારીને ઈન્દ્રે
તેમનો રાજ્યાભિષેક કરીને, મહા પૂજન–સન્માન કર્યું.