: ૨૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
ભરાઈ ગયો; ક્્યાંક વાજાં વાગતા હતા, ક્્યાંક ગીત ગવાતા હતા, ક્્યાંક નૃત્ય થતા
હતા; એમ મંગલઉત્સવ થયો. દિગ્કુમારી દેવીઓ અનેક પ્રકારે મરુદેવીમાતાની સેવા
કરતી હતી, તથા વિવિધ ગોષ્ઠીવડે તેમને પ્રસન્ન રાખતી હતી. અને કહેતી હતી કે હે
માતા! ગર્ભસ્થ પુત્રદ્વારા આપે જગતનો સંતાપ નષ્ટ કર્યો છે તેથી આપ જગતને પાવન
કરનારા જગતમાતા છો. હે માતા! આપનો તે પુત્ર જયવંત રહે કે જે જગતવિજેતા છે,
સર્વજ્ઞ છે, તીર્થંકર છે, સજ્જનોનો આધાર છે ને કૃતકૃત્ય છે. હે કલ્યાણિ માતા! આપનો
તે પુત્ર સેંકડો કલ્યાણ દર્શાવીને, પુનરાગમન રહિત એવા મોક્ષસ્થાનને પ્રાપ્ત કરશે.
તે દેવીઓ અનેક પ્રકારે આનંદ–પ્રમોદ સહિત મરુદેવીમાતા સાથે પ્રશ્ન ચર્ચા પણ
કરતી હતી.
દેવી–હે માતા! જગતમાં ઉત્તમ રત્ન કયું છે?
માતા–સમ્યગ્દર્શનરત્ન જગતમાં શ્રેષ્ઠ છે.
દેવી–જગતમાં કોનો અવતાર સફળ છે?
માતા–જે આત્માને સાધે તેનો અવતાર સફળ છે.
દેવી–હે માતા! જગતમાં કઈ સ્ત્રી ઉત્તમ છે?
માતા–તીર્થંકર જેવા પુત્રને જે જન્મ આપે તે.
દેવી–હે માતા! જગતમાં બહેરો કોણ છે?
માતા–જિનવચનને જે નથી સાંભળતો તે.
દેવી–માતા! જલ્દી કરવા જેવું કાર્ય કયું?
માતા–સંસારનો ત્યાગ ને મોક્ષની સાધના.
દેવી–હે માતા! કોને જીતવાથી ત્રણ જગત વશ થાય?
માતા–મોહને જીતવાથી ત્રણ જગત વશ થાય.
દેવી–જગતમાં કોની ઉપાસના કરવી?
માતા–પંચપરમેષ્ઠી ભગવાનની.