: ૨૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
આ રીતે પ્રગટપણે અનેક મંગલને ધારણ કરનાર તથા દેવીઓ વડે પૂજ્ય એવા
મરુદેવીમાતા, પરમ સુખકારી તથા ત્રણ લોકમાં આશ્ચર્યકારી એવા ભગવાન
ઋષભદેવરૂપી તેજસ્વી પુત્રને ધારણ કરતા હતા.
(આ રીતે ઋષભદેવપ્રભુના ગર્ભકલ્યાણકનું વર્ણન થયું.)
સવા નવ મહિના બાદ, ફાગણ વદ નોમના સુપ્રભાતે, પૂર્વ દિશામાં જેમ સૂર્ય
ઊગે તેમ મરુદેવીમાતાએ અયોધ્યા નગરીમાં ભગવાન ઋષભદેવને જન્મ આપ્યો.
ત્રણ જ્ઞાનથી સુશોભિત ભગવાન જન્મ્યા કે તરત ત્રણ લોકમાં આનંદ છવાઈ
ગયો... પૃથ્વી આનંદથી ધણધણી ઊઠી ને સમુદ્ર આનંદતરંગથી ઊછળી રહ્યો; આકાશ
નિર્મળ થયું ને દિશાઓ પ્રકાશિત બની; પ્રજાજનો હર્ષિત બન્યા ને દેવોનેય આશ્ચર્ય થયું.
કલ્પવૃક્ષોમાંથી ફૂલ વરસવા લાગ્યા ને દેવોનાં વાજાં એની મેળે વાગવા માંડયા; સંગંધિત
વાયુ વહેવા લાગ્યો... ઈન્દ્રના ઈન્દ્રાસન પણ કંપી ઊઠયા! સ્વર્ગના ઘંટનાદ અને શંખ
વાગવા માંડયા. ભગવાન ઋષભદેવના અવતારથી સર્વત્ર આનંદ છવાઈ ગયો.
સિંહાસન કમ્પાયમાન
થવાથી ઈન્દ્રે અવધિજ્ઞાન વડે
જાણી લીધું કે અયોધ્યાનગરીમાં
ભવ્ય જીવોને વિકસિત કરનાર
તીર્થંકરદેવનો અવતાર થઈ
ચૂક્્યો છે; તરત સિંહાસન
ઉપરથી નીચે ઊતરીને ઈન્દ્રે એ
તીર્થંકરને નમસ્કાર કર્યા અને
તેમનો જન્મોત્સવ ઉજવવા માટે
ઐરાવત હાથી ઉપર બેસીને
ઠાઠમાઠથી અયોધ્યાપુરી આવ્યા.
માતાજીના