Atmadharma magazine - Ank 279
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 41

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
હતી, આખા દેશમાં કોઈ ઉપદ્રવ ન હતો, સમસ્ત પ્રજા કલ્યાણરૂપ હતી. અહા, એ
અભિષેકે જગતના પ્રાણીઓનું કોઈ કલ્યાણ બાકી રાખ્યું ન હતું. ચારણઋદ્ધિધારી
મુનિવરો આદરપૂર્વક એકાગ્રચિતે એ જિનેન્દ્ર–જન્મોત્સવ નીહાળતા હતા; વિદ્યાધરો
આશ્ચર્યથી જોતા હતા. દેવો આનંદિત થઈને જન્મકલ્યાણકસંબંધી અનેક નાટક કરતા
હતા...દુન્દુભી વાજાં વાગતા હતા, સુગંધી દીપ અને ધૂપ પ્રગટતા હતા; ચારેકોર
જિનેન્દ્રદેવના મહિમાની ચર્ચા ચાલતી હતી; ભગવાનના પવિત્ર ગંધોદકને દેવો ભક્તિની
મસ્તકે ચઢાવતા હતા.
અભિષેક બાદ ઈન્દ્રોએ જિનભગવાનનું પૂજન કર્યું; ને જન્માભિષેકની વિધિ
સમાપ્ત કરી. ભગવાન મેરૂપર્વત ઉપર ચૂડામણિરત્ન સમાન શોભતા હતા. ઈન્દ્ર તો
જેમનો અભિષેક કરનાર હતો, મેરૂપર્વત જેવું ઊંચું સ્થાન જેમના સ્નાનનું આસન હતું,
દેવીઓ જ્યાં આનંદથી નાચતી હતી, દેવો જ્યાં દાસ હતા, અને ક્ષીરસમુદ્ર જેમના સ્નાન
માટેના પાણીનો હાંડો હતો, –આવા અતિશયપ્રશંસનીય પવિત્ર આત્મા ભગવાન
ઋષભદેવ સમસ્ત જગતને પવિત્ર કરો... સદા જયવંત હો.
(આ રીતે ઋષભપ્રભુના જન્માભિષેકનું વર્ણન થયું. ત્યારબાદ ઈન્દ્રદ્વારા સ્તુતિ,
અયોધ્યામાં આગમન, તથા ભગવાન ઋષભકુમારની બાલચેષ્ટા આપ આવતા અંકમાં
વાંચશોજી.)
जय आदिनाथ
વિકલ્પ વગરની વસ્તુનો અનુભવ
ચૈતન્યવસ્તુ વિકલ્પ વગરની નિર્વિકલ્પ છે, એટલે તેના અનુભવ માટે
પણ નિર્વિકલ્પ પરિણામ જ હોવા જોઈએ. વિકલ્પની સન્મુખતા વડે
ચૈતન્યવસ્તુ અનુભવમાં આવી શકે નહિ. ચૈતન્યસ્વભાવની સન્મુખ થતાં જ
વિકલ્પો તૂટીને નિર્વિકલ્પદશા થાય છે; આ રીતે સ્વભાવની સન્મુખતા ને
વિકલ્પથી વિમુખતાવડે જ્ઞાનને પોતામાં સમેટીને જ્યારે આત્મા અનુભવ કરે છે
ત્યારે આત્માનો સમ્યક્ અનુભવ થાય છે, ત્યારે આત્માનું સાચું દર્શન
(સમ્યગ્દર્શન) થાય છે. ત્યારે ભગવાન આત્મા આનંદસહિત પ્રસિદ્ધ થાય છે.
ધર્માત્માની અનુભૂતિનું આનંદકારી વર્ણન હવેના લેખમાં વાંચોજી