: ૩૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
આત્મપ્રયોજની સિદ્ધિનો ઉપાય
[કુંદકુંદપ્રભુના ગણધરતૂલ્ય શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, તેમણે રચેલું
સુગમશાસ્ત્ર જે પુરુષાર્થસિદ્ધિઉપાય’ –તેના ઉપર પૂ. શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો
માગશર–પૂર્ણિમાથી શરૂ થયા છે. અહીં તેનો થોડોક ભાગ વાંચીને જિજ્ઞાસુ
પાઠકોને આનંદ થશે.]
‘પુરુષાર્થ’ એટલે આત્મ–પ્રયોજન, તેની ‘સિદ્ધિનો ઉપાય’ –તે
પુરુષાર્થ સિદ્ધિઉપાય; કયા ઉપાય વડે આત્માના પ્રયોજનની સિદ્ધિ થાય?
અર્થાત્ કયા ઉપાય વડે આત્મા પરમસુખરૂપ મોક્ષની સિદ્ધિને પામે–તેનું
સ્વરૂપ આચાર્યદેવ બતાવે છે ––
विपरीताभिनिवेशं निरस्य सम्यक्व्यवस्य निजतत्त्वम्।
यत्तस्मादविचलनं स एव पुरुषार्थसिद्धयुपायोयम् ।।१५।।
વિપરીત શ્રદ્ધાનનો નાશ કરીને અને નિજસ્વરૂપને યથાર્થપણે જાણીને, તેમાં
અવિચલિતરૂપ સ્થિતિ તે જ પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય છે.
‘પુરુષ’ એટલે ચૈતન્યસ્વરૂપ આત્મા; દરેક આત્મા પોતાના અનંત ગુણરૂપી
પુરમાં શયન કરે છે –એકપણે રહે છે –તેથી તે પુરુષ છે. તે પુરુષનું લક્ષણ શું? કે ચેતના
તેનું લક્ષણ છે. રાગ એનું લક્ષણ નથી, દેહ એનું લક્ષણ નથી; માત્ર ‘અમૂર્તપણા’ વડે
પણ તેનું ખરૂં સ્વરૂપ ઓળખાતું નથી. એ તો ચૈતન્યલક્ષણવડે લક્ષિત છે. અને આ
ચૈતન્યપુરુષ આત્મા સદા પોતાના ગુણ–પર્યાયસહિત છે, તથા ઉત્પાદ–વ્યય–ધ્રુવની
એકતાપણે વર્તે છે. આવો ચૈતન્યસ્વરૂપ આત્મા તે ‘પુરુષ’; તેને ‘અર્થ’ એટલે કે
પ્રયોજન શું? કે અશુદ્ધતાથી ઉત્પન્ન થયેલું ભવદુઃખ મટે, ને નિજસ્વરૂપની પ્રાપ્તિવડે
મોક્ષસુખ પ્રગટે, –તે પ્રયોજન છે; –આ જ સાચો પુરુષાર્થ છે; પુરુષના આ અર્થની (–પ્રયોજનની