: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
* કેવળીભગવાન નિરંતર પ્રકાશમાન સહજ કેવળજ્ઞાનવડે પોતે સદા વિજ્ઞાનઘન
થયા છે, શ્રુતજ્ઞાની પણ પોતાની તીક્ષ્ણજ્ઞાનદ્રષ્ટિ વડે એટલે કે સ્વસન્મુખ
ઉપયોગવડે ચૈતન્યસ્વભાવને ગ્રહણ કરીને તે કાળે વિજ્ઞાનઘન થયા છે. સાધકને
આવી અનુભૂતિ સદાકાળ નથી ટકતી તેથી એમ કહ્યું કે તે અનુભૂતિના કાળે
વિજ્ઞાનઘન થયા છે. કેવળીભગવાનને તો કદી વિકલ્પ ઊઠતો નથી, એટલે તે તો
સદાકાળ વિજ્ઞાનઘન થયા છે; ને શ્રુતજ્ઞાની તીક્ષ્ણ જ્ઞાનઉપયોગવડે
ચૈતન્યસ્વરૂપને અનુભવતા થકા તે કાળે વિજ્ઞાનઘન થયા છે. ‘વિજ્ઞાનઘન’ માં
વિકલ્પનો પ્રવેશ નથી.
* કેવળીભગવાન તો શ્રુતજ્ઞાનની ભૂમિકાથી અતિક્રાન્ત થઈ ગયા છે, એટલે
એમને તો વિકલ્પ ક્્યાંથી હોય? શ્રુતજ્ઞાન હોય ત્યાં વિકલ્પ હોઈ શકે, કેમકે
શ્રુતજ્ઞાન એક જ જ્ઞેયમાં લાંબોકાળ સ્થિર રહી શકતું નથી. પણ કેવળી પ્રભુને
તો શ્રુતજ્ઞાન જ નથી રહ્યું. તેમને તો સ્થિર ઉપયોગરૂપ કેવળજ્ઞાન ખીલી ગયું
છે, તેથી તેમને વિકલ્પનો અવકાશ નથી; શ્રુતજ્ઞાનીને શ્રુતની ભૂમિકામાં જોકે
વિકલ્પ હોય છે પણ જ્ઞાનને અંતર્મુખ કરીને અનુભૂતિના કાળે તો તે પણ
સમસ્ત વિકલ્પોની ભૂમિકાથી અતિક્રાન્ત થયા છે; હજી શ્રુતની ભૂમિકાથી
અતિક્રાન્ત નથી થયા પણ તે ભૂમિકાના બધા વિકલ્પોથી અતિક્રાન્ત થઈને
નિર્વિકલ્પ અનુભૂતિ વડે શાંતચિત્ત થઈને ચૈતન્યના અમૃતને પીએ છે.
* આ રીતે, જેમ કેવળીભગવાન સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર હોવાથી
નયાતિક્રાન્ત છે, તેમ સાધક શ્રુતજ્ઞાની પણ સ્વભાવની અનુભૂતિના કાળે
સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી,
માટે તે પણ નયાતિક્રાન્ત છે. જોકે પછી જે વિકલ્પ ઊઠે છે તેનું પણ તેની દ્રષ્ટિમાં
ગ્રહણ નથી, તેમાં એકત્વબુદ્ધિ થતી નથી; પણ તે વિકલ્પનેય જ્યારે ઓળંગીને
જ્ઞાનને અંતર્મુખ કરે ત્યારે જ સાક્ષાત્ અનુભૂતિનો આનંદ આવે છે. તેનું અહીં
આચાર્યભગવાને અલૌકિક વર્ણન કર્યું છે.
અનુભૂતિની ઘણી સરસ વાત સમજાવી છે. અનુભવ બધા વિકલ્પોથી પાર છે,–
પછી ભલે તે વિકલ્પ શુદ્ધાત્માનો હોય! જેમ કેવળીને વિકલ્પ નહિ તેમ સાધકને પણ
અનુભવમાં વિકલ્પ નહિ. વિકલ્પ તો આકુળતા છે, ને અનુભવ તો પરમ...શાંત
આનંદરૂપ છે. સાધકની અનુભવદશા ઘણી ઊંડી ને ગંભીર છે. એનું સ્વરૂપ કેવળીનું
દ્રષ્ટાંત આપીને ઓળખાવ્યું છે, તે પ્રમાણે જે સમજે તેને તેવી અનુભૂતિ થાય.